સુલતાનપુરના વીસીઇને છૂટ્ટા કરાતા ભારે રોષ : ગામ સજ્જડ બંધ
સુલતાનપુર માં વી.સી.ઈ દ્વારા ખેડૂતો પાસે થી ગેરકાયદેસર રુ.100નાં ઉઘરાણાંનાં મામલે તેને ફરજ પર થી દુર કરી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી કાર્યવાહી કરવા આદેશ અપાયા બાદ સુલતાનપુરમાં ઉલટી ગંગા જેવો તાલ સર્જાયો છે.વી.સી.ઇ ને ફરજ પરથી દુર કરી ફોજદારી કાર્યવાહી કરવાનાં આદેશ નાં વિરોધ માં ગઇકાલ બુધવારે સુલતાનપુર સજ્જડ બંધ રહ્યુ હતું અને ગામ લોકોએ ગોંડલ મામલતદાર ને આવેદનપત્ર આપી સુલતાનપુર અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને રાજીનામા આપવા ચિમકી ઉચ્ચારી આપ નાં જિગીશા પટેલ સામે તિવ્ર રોષ વ્યક્ત કર્યો હતો.ગ્રામજનો દ્વારા જિગીશા પટેલ હાય હાયનાં નારા લગાવાયાં હતા.
તાજેતર માં કમોસમી વરસાદ માં ખેડૂતોનાં પાક નો સોથ બોલી ગયો હોય સરકાર દ્વારા સહાય શરુ કરાઇ છે.જેમાં સુલતાનપુર માં સહાય માટેનાં ફોર્મ ભરવા માટે કરાર આધારિત કર્મચારી વી.સી.ઈ શિવભાઈ માલાભાઈ ગોંડલીયા દ્વારા દરેક ફોર્મ નાં રુ.100 લેવાઇ રહ્યા હોઇ આપ ના નેતા જિગીશા પટેલ દ્વારા વીડીયો વાયરલ કરી ભાંડાફોડ કર્યો હતો.દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી ની તપાસ દરમ્યાન ફરિયાદ સાચી જણાતા કડક કાર્યવાહી કરવા આદેશ કરાતા TDO દ્વારા સુલતાનપુરVCEને તત્કાલિક છુટા કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો હતા.
દરમ્યાન સુલતાનપુર નાં ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વીસી ઉપર કાર્યવાહી થી રોષે ભરાઇ વિરોધ વ્યક્ત કરાતા આજે સુલતાનપુર બંધ રહ્યું હતુ અને ગ્રામજનોએ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતુ.બંધ ને અનુલક્ષી ને સુલતાનપુર ગામની તમામ સંસ્થાઓ,શાળાઓ, બેંકો આજ બપોરથી સજ્જડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો.
VCEને છુટા કરવામાં આવતા ખેડૂતોને ફોર્મ ભરવા તકલીફ પડતા ગ્રામજનો દ્વારા સુલતાનપુર ના તમામ આગેવાનો વિવિધ સંસ્થાઓ સહિતના લોકો મામલતદાર કચેરી ખાતે રજુઆત કરવા પહોચ્યાં હતા. અને જીગીશા પટેલ હાય હાય... જય જવાન જય કિસાન ના નારા સાથે તાલુકા મામલતદારને રજુઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતુ. સમગ્ર મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય અને વીસી ઉપર કોઈ કાયદાકીય પગલાં લેવાશે તો સુલતાનપૂર ગ્રામપંચાયત સરપંચ સહિત ની બોડી સાથે તાલુકા પંચાયત બોડી, સહકારી મંડળી ના પ્રમુખ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ. સહિત નાઓ ની સામુહિક રાજીનામાં આપશે તેવી ની ચીમકી ઉચ્ચારી હતી. રજુઆત માં સુલતાનપુર નાં સરપંચ કાકુભાઈ વાછાણી, બાલાભાઈ વૈષ્ણવ, સહકારી મંડળીનાં પ્રમુખ કચરાભાઈ વૈષ્ણવ,ગ્રામ્ય પંચાયત સભ્ય ભાવેશભાઈ બોરડ સહિત જોડાયા હતા.