ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં નવા ફલાય ઓવરની મુલાકાત લેવા શહેરીજનોમાં ભારે ક્રેઝ

11:15 AM Nov 26, 2025 IST | Bhumika
Advertisement

વડીલો-બાળકો સાથે ટુ-વ્હીલર ફોર-વ્હીલર લઈને પુલ પર સવારી કરવા નીકળતાં ભારે ટ્રાફિક જામ થયો

Advertisement

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલે બપોરે જામનગરમાં કરોડોના ખર્ચે બંધાયેલો નવો ફલાય ઓવર બ્રિઝ ખુલ્લો મુકાયો, તેના પ્રથમ દિવસે જ પુલ પરની સવારી કરવા માટે જાણે સમગ્ર ગામ ગાંડું થયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, અને રાત્રિના સમયે સાત રસ્તા સર્કલથી લઈને સુભાષ બ્રિઝ સુધીના તમામ માર્ગો પર વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને ચક્કાજામ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. અને રાત્રિભર પોલીસને ભારે કવાયત કરવાનો વારો આવ્યો હતો.

જામનગરમાં બંધાયેલા નવા ફ્લાય ઓવર બ્રિજનું ગઈકાલે ઉદ્ઘાટન થયા બાદ પ્રથમ દિવસે તે પુલ પરની સવારી કરવા માટે અનેક નગરજનો પોતાના પરિવારના વડીલો બાળકો વગેરેને સાથે લઈને અનેક ટુ-વ્હીલર તથા ફોરવીલ માં નીકળી પડ્યા હતા, અને રાત્રિના 9.30 વાગ્યા બાદ જાણે ગામ ગાંડું થયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
સાત રસ્તા સર્કલ ઉપરાંત ઓશવાળ સેન્ટર ના માર્ગે અને જનતા ફાટકવાળા માર્ગેથી અનેક વાહનો સુભાષ બ્રિજ તરફ જવા માટે પૂલની સવારી કરવા નીકળી પડ્યા હતા. નવા પૂલ ઉપર મહાનગરપાલિકા દ્વારા બે દિવસ માટેનો લાઇટિંગમાં નજારો યથાવત રાખવાના હોવાથી તેનો લાભ લેવા માટે તેમજ રીલ બનાવવા માટે અનેક વાહન ચાલકો પ્રથમ દિવસે જ પુલની સવારી કરવા માટે નીકળી પડ્યા હતા, અને હજારોની સંખ્યામાં વાહનચાલકોએ પ્રથમ દિવસે જ પોતાના મોબાઈલ ફોનમાં રીલ બનાવી હતી, અને નવા બ્રિઝ નો નજારો નિહાળ્યો હતો.

જોકે આ નગરજનો નો આનંદ પોલીસ તંત્ર માટે શિરદર્દ સમાન બન્યો હતો. સાત રસ્તા અને તેના આસપાસના વિસ્તારમાં અનેક વાહનોના થપ્પા લાગી ગયા હતા, અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જયારે સુભાષ બ્રિજ ઉપર પણ ભારે ચક્કા જામની પરિસ્થિતિ સર્જાઇ હતી, અને સતત અઢી કલાક સુધી પોલીસ તંત્રને ટ્રાફિક પૂર્વવત બનાવવા માટે ભારે મથામણ કરવી પડી હતી. ટ્રાફિક શાખાની ટુકડી ઉપરાંત સિટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફ તથા અન્ય પોલીસ ટીમ વાહન વ્યવહારને પૂર્વવત બનાવવા માટે કામે લાગી ગઈ હતી. નગરજનોએ પણ પ્રથમ દિવસે જ ભૂલ પર સવારી કરવા માટેની પોતાની ઈચ્છા પૂરી કરી હતી, અને પ્રત્યેક સ્થળે લાંબી લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી.

એટલું જ માત્ર નહીં ઝડપથી આગળ જવાની અને ચાલુ વાહને પોતાના હોર્ન વગાડવાનું શરૂૂ કરી દીધું હોવાથી લગભગ મોટાભાગના માર્ગો પર દેકારા બોલી ગયા હતા. જોકે મોડી રાત્રે આખરે નગરજનો નો પ્રવાહ ઘટ્યો હતો, અને પુલ ઉપરનો વાહન વ્યવહાર રાબેતા મુજબ બન્યો હતો. પરંતુ પ્રથમ દિવસની નવા બ્રિઝ ની સવારી માટે નગરજનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement