ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોડીનારમાં બીએલઓના આપઘાત બાદ શિક્ષકોમાં ભારે રોષ

01:48 PM Nov 22, 2025 IST | Bhumika
Advertisement

ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં બૂથ લેવલ ઓફિસર (બી.એલ.ઓ) ની કામગીરીના માનસિક તણાવને કારણે એક યુવાન પ્રાથમિક શિક્ષકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. કોડીનાર તાલુકાના દેવળી ગામના વતની અને છારા ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ મૂળજીભાઈ વાઢેળે આજે વહેલી સવારે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.મૃતક શિક્ષક અરવિંદભાઈ વાઢેળે પોતાની પત્નીને સંબોધીને લખેલી સુસાઇડ નોટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેઓ સરકારી ફરજ બી.એલ.ઓ.ની કામગીરીના માનસિક તણાવને કારણે આ અંતિમ પગલું ભરી રહ્યા છે. તેમણે સતત થાક અને માનસિક તણાવની લાગણી વ્યક્ત કરી હતી. આ હૃદયદ્રાવક ઘટનાથી મૃતકના પરિવારજનો અને શિક્ષક સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement

આ દુ:ખદ ઘટના બાદ સરકારી દવાખાને દોડી આવેલા અખિલ ભારતીય શૈક્ષિક મહા સંઘ અને કોડીનાર શિક્ષક સંઘે બી.એલ.ઓ.ની કામગીરી અંગે પોતાનો ભારે દુ:ખ અને રોષ વ્યક્ત કર્યો છે. અખિલ ભારતીય શૈક્ષિક મહા સંઘ, સોમનાથના અધ્યક્ષ વિનોદભાઈ બારડે જણાવ્યું કે શિક્ષક અરવિંદભાઈએ બી.એલ.ઓ.ની કામગીરીના દબાણથી આત્મહત્યા કરી ના સમાચાર મને જાણવા મળ્યા છે બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકોને અતિશય માનસિક અને શારીરિક દબાણ આપે છે, કારણ કે ટૂંકા સમયમાં 1,000 થી વધારે મતદાતાઓને એસ.આઈ.આર. ફોર્મ આપવા, પરત લેવા અને ત્યારબાદ તેને ઓનલાઈન અપલોડ કરવાનું હોય છે.ટૂંકા સમયમાં વારંવાર પ્રેશર થવાથી આવી ઘટનાઓનું નિર્માણ થાય છે.

આ કામગીરી આખા વર્ષ દરમિયાન ચાલતી રહે છે, જેના કારણે શિક્ષક ઉપર શાળાના શિક્ષણ કાર્ય અને બી.એલ.ઓ.ની એમ બેવડી કામગીરીનું દબાણ રહે છે. ગીર-સોમનાથ જિલ્લામાં 850 જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો બી.એલ.ઓ. તરીકે કાર્ય કરે છે. સંગઠનની માગણી છે કે ચૂંટણીપંચ બી.એલ.ઓ.ની અલગ કેડર બનાવે જેથી શિક્ષકો શિક્ષણ કાર્યમાં સમય આપી શકે. બી.એલ.ઓ. સાથે નોટિસ અને વોરંટ જેવા કડક પગલાં ન લેવામાં આવે અને માનવતાપૂર્વકનો વ્યવહાર થાય તે ઈચ્છનીય છે.

તો આ તકે કોડીનાર શિક્ષક સંઘના પ્રમુખ રણજીતભાઈ ગોહિલે જણાવ્યું હતું કે કોડીનાર તાલુકાના 700 શિક્ષક કર્મચારીઓમાંથી લગભગ 200 જેટલા શિક્ષકોને ફરજિયાત બી.એલ.ઓ.ની કામગીરી સોંપવામાં આવી છે, જેની શિક્ષણ પર ગંભીર અસર પડી છે. કામગીરી ઝડપી પૂરી કરવાના દબાણથી શિક્ષકો માનસિક રીતે પડી ભાંગ્યા છે.બી.એલ.ઓ. એપ્લિકેશન સાઈટ પર ફોર્મ અપલોડ કરવામાં અને ઓટીપી આપવામાં સર્વર ડાઉન થવાને કારણે લાંબો સમય રાહ જોવી પડે છે. શિક્ષકો આવી કામગીરીમાં રોજના 12 થી 15 કલાક કામ કરતા હોય છે, જેથી માનસિક રીતે હેરાન થઈ જાય છે. મૃતક અરવિંદભાઈના પરિવારને સરકાર દ્વારા મોટું વળતર આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે આ તકે હરિભાઈ વાળા ઉપપ્રમુખ ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ સમગ્ર મામલે રાજ્ય સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા સાથે આ કામગીરી તંત્ર દ્વારા આપેલા સમય માં ક્યારેય પૂર્ણ ન થઈ શકે માટે સમયમાં વધારો કરવો અને પ્રેશર વગર કર્મચારી પાસેથી કામ લેવું સહિત ના મુદ્દે વિગત વાર ઊંડાણપૂર્વક ચર્ચા કરતા રાજ્ય ના પ્રમુખ દ્વારા તંત્ર દ્વારા શિક્ષકો ને કોઈ ખાત્રી ના મળે ત્યાં સુધી આગામી બે દિવસ માટે કોઈપણ બીએલઓ એ કામગીરી કરવી નહીં એવું આહવાન કર્યું છે ત્યારે તમામ સંગઠનો દ્વારા પણ આ આહવાન ને સમર્થન આપવામાં આવ્યું હોવાનું

Tags :
gujaratgujarat newsKodinarKodinar newsteacher suicide
Advertisement
Next Article
Advertisement