સિંધી સમાજના ઈસ્ટ દેવની ટીપ્પણી મુદ્દે વેરાવળમાં બધેલ સામે ભારે રોષ
છતીસગઢમાં સિંધી સમાજ ના ઇષ્ટદેવ વિશે કરવામાં આવેલ ટિપ્પણી બદલ વેરાવળ સિંધી સમાજમાં રોષ સાથે આવેદન આપી જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ સામે કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી મારફત પ્રધાનમંત્રી ને આવેદન આપી સિંધી સમાજે રજૂઆત કરી છે.
છતીસગઢના જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ ના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને સિંધી સમુદાય પર કરવામાં આવેલ ટિપ્પણી બદલ ભારતભરના સિંધી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. વેરાવળ-પાટણ સમસ્ત સિંધી સમાજ દ્વારા પ્રાંત અધિકારી મારફત છત્તીસગઢના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી ને લેખિત રજૂઆત કરી ન્યાયની ઉગ્ર માંગ કરવામાં આવી છે અને અમિત બઘેલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સિંધી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વેરાવળ પ્રાંત અધિકારીની કચેરી ખાતે વેરાવળ-પાટણ સમસ્ત સિંધી સમાજના સભ્યો એ ન્યાય આપો ન્યાય આપો, સિંધી સમાજને ન્યાય આપો, અમિત બઘેલ સામે કાર્યવાહી કરો ના સુત્રોચ્ચાર સાથે આવેદન આપી છતીસગઢના જેસીપીના અધ્યક્ષ અમિત બઘેલ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
પ્રાંત અધિકારી મારફત છત્તીસગઢના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને પ્રધાન મંત્રીને સંબોધીને આપેલ આવેદનમાં સિંધી સમાજ દ્વારા જેસીપી ના અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજ ના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અને સિંધી સમાજ વિશે કરવામાં આવેલ ટિપ્પણી બદલ દાખલારૂૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ તકે વેરાવળ પાટણ સમસ્ત સિંધી સમાજના સભ્યો, યુવાનો અને આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.