For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લામાં કેટલા મતદાન મથકો જર્જરિત છે? ચૂંટણીપંચે માહિતી મંગાવી

06:41 PM Feb 09, 2024 IST | Bhumika
રાજકોટ જિલ્લામાં કેટલા મતદાન મથકો જર્જરિત છે  ચૂંટણીપંચે માહિતી મંગાવી

લોકસભાની ચુંટણીની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ચુંટણીપંચ દ્વારા એક પછી એક અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. જેમાં આજે ચુંટણીપંચે રાજકોટ લોકસભા બેઠકમાં જર્જરીત મતદાન મથકની માહિતી મંગાવવામાં આવી છે.

Advertisement

લોકસભાની ચુંટણી ગમે ત્યારે જાહેર થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે ત્યારે ચુંટણીપંચ દ્વારા શાંતિપુર્ણ મતદાન થાય તે માટે એક પછી એક પગલા લઇ રહ્યા છે. જેમાં આખરી મતદાન યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે.રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં કુલ 2225 જેટલા મતદાન મથકો આવેલ છે જેની તમામ કામગીરી આટોપી લેવામાં આવી છે.

દરમિયાન આજે ચુંટણીપંચ દ્વારા રાજકોટ જિલ્લાના નકકી થયેલા મતદાન મથકોમાંથી કેટલા મતદાન મથક જર્જરીત હાલતમાં છે અને કેટલા મતદાન મથકની દિવાલ જર્જરીત હાલતમાં છે તેની રીટર્નીંગ ઓફિસર પાસેથી માહિતી માહિતી મંગાવવામાં આવી છે. ચુંટણીપંચના આદેશથી રાજકોટ જિલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી સહીતના સ્ટાફે જિલ્લાના તમામ મતદાન મથકોનો સર્વે શરૂ કરાવી દીધો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement