ફાઇલો પાસ કરવામાં આટલી વાર? ધારાસભ્યે કર્મચારીને ગાળો ભાંડી
પાલિતાણાના ધારાસભ્ય-કર્મચારી વચ્ચેનો ઓડિયો વાઇરલ
અવાર નવાર પ્રજાનાં સેવક તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યો તેમજ અનેક ઉચ્ચ હોદ્દાનાં રાજકીય નેતાઓ તેમનો સંયમ ગુમાવીને ફોન પર અપશબ્દો બોલતા હોવાનો ઓડિયો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ત્યારે પાલિતાણાનાં ધારાસભ્યનો કર્મચારી પર રોફ જમાવતો ઓડિયો વાયરલ થયો હતો.
તાલુકા પંચાયતનાં કર્મચારીને ધારાસભ્ય દ્વારા આડેહાથે લીધા હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમજ ધારાસભ્ય દ્વારા કર્મચારીને અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ભાવનગરનાં પાલિતાણાનાં ધારાસભ્ય જેઓ પ્રજાને કોઈ જાતની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેમજ તેઓનાં કામ સમયસર થાય તે માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. ત્યારે પાલિતાણા તાલુકા પંચાયતનાં કર્મચારીને ફોન પર આડેહાથ લીધા હતા. જેમાં ધારાસભ્ય ભીખા બારૈયા ફોન પર અપશબ્દો બોલ્યા હોવાનો ઓડિયો પણ વાયરલ થયો હતો. ધારાસભ્ય દ્વારા ફાઈલો મંજૂર કરવામાં વિલંબ થતા રોષ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય દ્વારા તાલુકા પંચાયતનાં કર્મચારીને ફાઈલો મંજૂર કરવામાં વિલંબ થતા રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ પેટા કોન્ટ્રાક્ટરે કોન્ફરન્સ કોલમાં ધારાસભ્ય વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો.