For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દસ્તાવેજ અને ભાડા કરાર ન કરનાર સાત લાભાર્થીઓના આવાસ રદ કરાયા

03:55 PM Jul 03, 2025 IST | Bhumika
દસ્તાવેજ અને ભાડા કરાર ન કરનાર સાત લાભાર્થીઓના આવાસ રદ કરાયા

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અને હાઉસીંગ કો. ઓપરેટીવ સોસાયટીઓમાં અરજદારોને ફાળવવામાં આવેલ આવાસો સમયસર દસ્તાવેજ તથા ભાડા કરારન થતાં રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ ગોકુલમ હાઉસીંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી કાલાવડ રોડના વન બીએચકે તેમજ અવધ હાઉસીંગ કો.ઓપરેટીવ સોસાયટીના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના કુલ સાત આવાસો રદ કરી લાભાર્થીને નોટીસ આપવામાં આવી હતી.

Advertisement

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-II પ્રકારના ટી.પી.09 એફ.પી.09/એ,ગોકુલમ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સાંજા ચુલા હોટલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ તથા ઊઠજ-ઈં પ્રકારના ટી.પી.17 એફ.પી.89, અવધ હાઉસિંગ કો.-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, અવધ કલબ રોડ, કાલાવડ રોડ, રાજકોટમાં ફાળવેલ આવાસો પૈકી નીચે મુજબની યાદી મુજબના આવાસધારકો દ્રારા રૂૂડાનાં આવાસનો દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોઈ. આ બાબતે લાભાર્થીશ્રીઓને રૂૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.

રૂડાએ આજે બે સ્થળે આવેલ હાઉસીંગ કો. ઓપરેટીવ સોસાયટીના આવાસ રદ કરેલ જેમાં ગોકુલમ હાઉસીંગ કો. ઓપરેટીવ સોસાયટીના ફ્લેટ નંબર એ-305, 504, બી-601, ડી-604 અને ઈ-203 રદ કરેલ તેમજ અવધ હાઉસીંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટીના ફ્લેટ નંબર એ-604 તથા બી-203 રદ કરવાની નોટીસ અરજદારોને આપવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement