રૂડામાં હપ્તા ન ભરનાર વધુ 12 અરજદારોની આવાસ ફાળવણી રદ
ઇસ્કોન મંદિર પાછળની આવાસ યોજનામાં તંત્રની કાર્યવાહી
રાજકોટ શહેરી વિકાસસત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત MIG પ્રકારના ટી.પી.09 એફ.પી.20/એ,શિવશક્તિ હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી,ડેકોરા વેસ્ટ હિલની પાસે, ઇસ્કોન મંદિર પાછ્ળ, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબના આવાસો આવાસધારકોને ફાળવેલ છે.જેમના દ્રારા રૂૂડાના હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવેલ નથી. આ બાબતે આવાસધારકોને વારંવાર અત્રેની કચેરીએથી જાણ કરવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસધારકો દ્રારા રૂૂડામાં રકમ જમા કરાવેલ નથી. સદરહું બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આજે ઝુંબેશના ભાગરૂપે ફરી ઇસ્કોન મંદિર પાછળ આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસની બાકી રકમ ભરપાઇ ન કરનાર આસામીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી ફલેટ નંબર એ 203, 303, 604, 704, 901, 1004 તથા બી 904, 1101 અને સી 503, 803, 804ના લાભાર્થીઓને અગાઉ નોટીસ આપેલ હોય આજ રોજ ફાળવણી રદ કરતો પત્ર પાઠવી આવાસ ખાલી કરવા માટેની સૂચના આપી હતી.