For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉપલેટામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાયાં, ચીફ ઓફિસર ડોકાયા નહીં

11:44 AM Jul 24, 2024 IST | admin
ઉપલેટામાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ભરાયાં  ચીફ ઓફિસર ડોકાયા નહીં

અધિકારીઓ લોકોની વ્યથા સાંભળવાનું ટાળતા હોવાના કોંગ્રેસના આક્ષેપ

Advertisement

ઉપલેટા શહેર અને તાલુકામાં તારીખ 19થી આજે 23 તારીખ સુધી સતત વરસાદ વરસી રહ્યો છે જેમને કારણે લોકો હેરાન પરેશાન છે ઠેર ઠેર પાણી ભરાણા છે નીચાણ વાળા વિસ્તારો ખાસ કરીને નગીના સોસાયટી રઘુવીર બંગલાવાળા વિસ્તાર ગાધાના પાળા વાળો વિસ્તાર કૈલાશ નગર આમ્રપાલી સોસાયટી જડેશ્વરનો ખાડો શોનલનગર વગેરે વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે ગલીઓમાં પાણી પહોંચી ગયેલા હતા એટલું જ નહીં ઘણા બધા લોકોના ઘરમાં પાણી પહોંચી ગયા હતા અને ઘરવખરી પલડી ગયેલ હતી. આ તમામ બાબતોથી નગરપાલિકાના વહીવટદાર અને નગરપાલિકાના ચીફ ઓફિસર વાકેફ હોવા છતાં પણ જાણે પોતાની કોઈ જવાબદારી જ નથી આવી બે ફિકરાઈથી નગરપાલિકાની એસ.સી. ચેમ્બરમાં બેસી રહ્યા છે ત્યારે આજે ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ નગરપાલિકાના પ્રાદેશિક નિયામકને પત્ર લખી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે ફરજમાં બેદરકારી બદલ પગલાં લેવાની માગણી કરેલ છે કૃષ્ણકાંત ચોટાઈએ પોતાના પત્રમાં લખેલ છે કે ઉપલેટા વિસ્તારમાં નગીના સોસાયટી રઘુવીર બંગલાવાળો વિસ્તાર કૈલાશ નગર આમ્રપાલી સોસાયટી જડેશ્વર નો ખાડો સોનલ નગર વગેરે વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ગરી ગયા. આમ છતાં બંને પદાધિકારીઓમાંથી એક પણ અધિકારીએ બનાવના સ્થળે કે લોકોને શું તકલીફ છે. તેમની મુલાકાત લેવાનું તો એકબાજુ રહ્યું પણ જ્યારે આ વિસ્તારમાંથી લોકો ફોન કરે છે.

ત્યારે ચીફ ઓફિસર ફોન પણ ઉપાડતા નથી અને ગંભીર બેદરકારી પોતાની ફરજ માં દાખવી રહ્યા છે હદ તો ત્યારે થાય છે કે નગરપાલિકા પાસે પાણી ઉલેચવાના સાધનો હોવા છતાં નગરપાલિકાને બદલે શહેરની સામાજિક સંસ્થાઓએ પોતાની મોટરો આવા વિસ્તારમાં જેમના ઘરમાં પાણી છે તેમને મોટરો આપી તેમના ઘરમાંથી પાણી ઉલેચવામાં ઉપયોગી થયા છે. આમ જનતાની વાત તો દૂર રહી પણ નગરપાલિકાની બે મિલકતો ટી જે ક્ધયા વિદ્યાલયમાં પાણી વિદ્યાલયની અંદર ઘસી ગયા ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની બિલ્ડિંગ ની દિવાલ પડી ગઈ આ બંને મિલકતો નગરપાલિકાની છે આ મિલકતો કે આ વિસ્તારની મુલાકાત લેવાનું પણ અધિકારીઓને યોગ્ય લાગ્યું હોય એવું લાગતું નથી નગરપાલિકાની પોતાની મિલકતો પડી ભાંગી ગઈ છે. ત્યાં પણ અધિકારીઓ ચેક કરવા નથી ગયા ત્યારે સામાન્ય જનતાની શું પરિસ્થિતિ હશે.

Advertisement

રાજકોટ જિલ્લા કલેકટરે તારીખ 19 થી તારીખ 23 સુધી ચીફ ઓફિસર એ અતિવૃષ્ટિ દરમિયાન સુ સુ પગલા લીધા ક્યાં ક્યાં વિઝીટ કરી તેમની તપાસ કરી અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માંગણી પણ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement