રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત

10:24 AM Jul 24, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઘબઘબાતી બોલાવી રહ્યા છે. ત્યારે દ્વારકામાં પણ અતિભારે વરસી રહ્યો છે. આ વચ્ચે દ્વારકાના ખંભાળાયામાં થી એક કરુણ ઘટના સામે આવી છે. ખંભાળાયામાં ભારે વરસાદને કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય 7 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા.

https://fb.watch/twgEl8Y_kz

આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર, ખંભાળિયાના મેઈન બજાર નજીક રાજડા રોડ (ગગવાણી ફળી) વિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક દલવાડી પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા. ભારે વરસાદના કારણે જર્જરીત બની ગયેલા આ રહેણાંક મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર ધરાશાયી થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના 3 લોકોની જિંદગી ન બચાવી શકાય. એનડીઆરએફની ટીમે ત્રણ લોકોના મૃતદેહને કાટમાળથી બહાર કાઢ્યા હતા જયારે અન્ય 7ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Tags :
deathDwarkadwarka newsgujaratgujarat newsHouse collapsesKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement