ભીમનગરમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઝડયાઇ: મહિલા સહિત 7ની ધરપકડ
04:59 PM Oct 19, 2024 IST | Bhumika
Advertisement
શહેરના નાનામવા મેઇન રોડ પર આવેલા ભિમનગરમાં રહેણાંક મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસે દોરડો પાડી મહિલા સહિત સાત શખ્સોની ઝડપી પાડયા હતા જયારે એક શખ્સ દોરડા દરમિયાન નાશી છૂટયો હોત.
જાણવા મળતી વિગતો મુજબ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.આર. ભરવાડ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન ભિમનગરમાં રહેતો અરવિંદ ઉર્ફે અનિલ કમા રાઠોડ પોતાના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મકાન માલીક અરવિદ રાઠોડ ઉપરાત જાફર ઉર્ફે અકરમ ઇકબાલ કેડિયા કલ્પેશ ઉર્ફે બાબો રમણીક કોટેચા હિતેષ ગોવિદંભાઇ બારીયા, પરેશ રમેશભાઇ જાલા, રઉફ ઉર્ફે મુનો જાફરભાઇ ફુફાર અને ભાવનાબેન ચંકુભાઇ ચાવડાને ઝડપી પાડી પટમાંથી રૂા.26300ની રોકડ કબજે કરી હતી. જ્યારે આરોપી પ્રેમજી ચકુભાઇ ચૌહાણ દોરડા દરમિયાન નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરી છે.
Advertisement
Advertisement