For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઇવે ઉપર નડતર રૂપ હોટેલ, શો રૂમ, દુકાનો તોડી પડાશે

06:30 PM Feb 08, 2024 IST | Bhumika
હાઇવે ઉપર નડતર રૂપ હોટેલ  શો રૂમ  દુકાનો તોડી પડાશે

ડિવાઇડર તોડતા લોકો સામે ફરિયાદ નોંધવા, અકસ્માત સંભવિત સ્થળોએ કેમેરા મૂકવા સૂચના

Advertisement

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રારંભે અકસ્માતમાં ઘાયલ દર્દીઓને ઇમર્જન્સીમાં મદદરૂૂપ બનનાર ગુડ સમરીટનને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયા હતાં.

આ બેઠકમાં રાજકોટ જિલ્લા સંલગ્ન જુદા જુદા હાઇવે પર નિર્ધારિત બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતના કારણોની ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આ સ્થળોએ જરૂૂરી માર્ગદર્શક સાઈનેજીસ, રંબલ સ્ટ્રીપની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

Advertisement

કલેકટરે વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે તાકીદે જરૂૂરી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં કિશાન, મારુતિ પંપ, શાપર બ્રિજ, ઉમવાડી તેમજ જામવાડી પાસે અકસ્માતોનું પ્રમાણ વધારે જોવા મળે છે.

આ તકે અધ્યક્ષ દ્વારા હાઇવે આસપાસ આવેલ નડતરરૂૂપ હોટલ, શોરૂૂમ, દુકાનો તોડી પાડવા તેમજ ગેપ ઇન મીડીયમ તોડતા લોકો વિરુદ્ધ ફરિયાદ કરવા સૂચના આપી હતી. આ સાથે અકસ્માત સંભવિત સ્થળ ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે ખાસ સૂચના અપાઈ હતી, જેથી અકસ્માત અંગેના કારણો જાણી શકાય.

રોડ સેફટી એક્સપર્ટશ્રી જે.વી.શાહ અને આર.ટી.ઓ. શ્રી ખપેડ દ્વારા વિવિધ જગ્યાઓએ આયોજિત સેમિનારમાં રોડ સેફટી ઉપરાંત ગુડ સમરીટન યોજના વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં.કલેકટર તેમજ પોલીસ અધિક્ષકના હસ્તે મીનુ જસદનવાલા કે જેમણે છેલ્લા ત્રણ માસમાં ત્રણ દર્દીઓને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવા મદદરૂૂપ બન્યા હોઈ તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ જુદાજુદા કિસ્સામાં ગંભીર રીતે ઘાયલની મદદે આવનાર પોલીસ તેમજ 108ની ટીમની કામગીરી બિરદાવી હતી. આ બેઠકમાં ટ્રાફિક પોલીસ એ.સી.પી ગઢવી, શિક્ષણ, આર. એન્ડ. બી, 108, નેશનલ હાઇવે ઓથોરિટી, રૂૂડા, એલ.એન્ડ.ટી. સહીત વિવિધ વિભાગના અધિકારી તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement