રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીના ઊંચી માંડલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં હોટલ સંચાલકનું કરુણ મોત

01:07 PM Feb 08, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મોરબી તાલુકાના ઊંચી માંડલ અને નીચી માંડલ વચ્ચે આવેલ ચામુંડા હોટલના સંચાલક પ્રવીણભાઈ નાથાભાઈ કાલીયા નામના 55 વર્ષના આધેડ રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ઉંચી માંડલ નજીક આવેલી પોતાની બીજી હોટલે આટો મારવા જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડમાં ધસી આવેલી કારના ચાલકે પ્રવીણભાઈ કાલીયાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હોટલ સંચાલકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

Tags :
deathgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement