For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરના સિક્કામાં વિધવાની હત્યા કરનાર હોટલ સંચાલક ઝડપાયો

01:34 PM Aug 19, 2025 IST | Bhumika
જામનગરના સિક્કામાં વિધવાની હત્યા કરનાર હોટલ સંચાલક ઝડપાયો

જામનગરના સિક્કા ગામમાં એક વિધવા મહિલાની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. પોલીસે હત્યારો હોટલ સંચાલક અને હત્યામાં વપરાયેલી તલવાર કબજે કરી છે. સિક્કાની પંચવટી સોસાયટીમાં રહેતા 36 વર્ષીય નીલમબેન મહેશભાઈ અશવારની ત્રણ દિવસ પહેલા તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
મૃતકના ભાઈ જયદીપભાઈ અરવિંદભાઇ વ્યાસે સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

તેમણે સિક્કા હાઇવે રોડ પર હોટલ ચલાવતા સુખદેવસિંહ વીરાજી જાડેજા સામે પોતાની બહેનની હત્યાનો આરોપ મૂક્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ મૃતક મહિલા પાસે અઘટિત માંગણીઓ કરી હતી. નીલમબેને આ માંગણીઓનો ઇનકાર કર્યો હતો. આરોપીને મૃતક મહિલાના અન્ય વ્યક્તિ સાથેના સંબંધની શંકા હતી. આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઉશ્કેરાટમાં આરોપીએ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. સિક્કા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement