For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મા કાર્ડ હેઠળ હોસ્પિટલો સારવાર તો આપે છે, પણ પેમેન્ટ મેળવવામાં પારાવાર હેરાનગતિની ફરિયાદ

06:13 PM Feb 14, 2024 IST | Bhumika
મા કાર્ડ હેઠળ હોસ્પિટલો સારવાર તો આપે છે  પણ પેમેન્ટ મેળવવામાં પારાવાર હેરાનગતિની ફરિયાદ

આયુષ્માન ભારત યોજના (માં યોજના)અંતર્ગત સંકળાયેલ ખાનગી હોસ્પિટલ, કોર્પોરેટર હોસ્પિટલ તેમજ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોને સમયસર પેમેન્ટ ન મળતું હોવાનો કચવાટ પેદા થયો છે.આ અંગે ખાનગી હોસ્પિટલ એસોસિએશનનાં હોદેદારોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી ઘટતું કરાવવા માંગણી કરી છે.

Advertisement

રજૂઆતમાં જણાવ્યું છે કે, આયુષ્માન ભારત યોજનાનો લાભ લઇ લાખો જરૂૂરિયાત મંદ દદીઓ પ્રાઇવેટ, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે ત્યારે આ યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલ અને તબીબોને પડતી નાણાકીય મુશ્કેલીઓ બાબતે ધ્યાન લેવી જરૂરી છે.

આયુષ્માન યોજનાનો લાભ છેવાડાના માણસોને મળી રહે અને આ યોજના દ્વારા આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવી શકાય તે હેતુસર યોજનાની સફળતામાં ચાવીરૂપ ભાગ ભજવનાર પ્રાઇવેટ, ટ્રસ્ટ તેમજ કોર્પોરેટર ક્ષેત્રની હોસ્પિટલને પડતી નાણાકીય તકલીફોનું તાત્કાલિક નિરાકરણ આવે તે જરૂરી છે.

Advertisement

હોસ્પિટલને સમયસર પેમેન્ટની ચુકવણી ન થતી હોવાથી નિભાવ કરવામાં મુશ્કેલીઓ પડે છે જેવીકે આ યોજના અંતર્ગત તમામ હોસ્પિટલને એમ.ઓ.યુ. પ્રમાણે સારવાર કાર્યા બાદ ક્લેમ મૂક્યાના 15 દિવસમાં પેમેન્ટ આપવાનું હોય છે એના બદલે હોસ્પિટલને વર્કના 20% સુધીનું જ પેમેન્ટ મળતું હોવાથી સ્ટાફની સેલરી પણ હોસ્પિટલને ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે. સ્ટાફને સેલરી તેમજ અન્ય નિભાવ ખર્ચના અભાવે હોસ્પિટલો ને બંધ કરવાની નોબત આવી શકે તેમ છે.

જ્યારથી નવી વીમાકંપની (બજાજ ઇન્સ્યોરન્સ)ને ઙખઉંઅઢનું કામ સરાકર તરફથી આફવામાં આવ્યું છે. ત્યારથી પ્રી.ઓથોરાઇજેશન વખતે પરમિશન આપ્યા બાદ છેલ્લે પેમેન્ટ વખતે સંપૂર્ણ સારવાર આપ્યા છતાં વિવિધ કારણોસર અથવા કોઇપણ જાતના કારનો વિના ક્લેઇમ રીજેકશન અને ડીકશન કરવામાં આવે છે.

હોસ્પિટલમાં ખોટી રીતે વારંવાર ઓડીટ કરવું, વર્ષોથી જે ઇન્ક્લુડિંગ પેકેજ કે જેના વગર સારવાર શક્ય નથી, તેવી દવાની રકમ કાપી લેવી, પોતાની રીતે પેમેન્ટ કાપવું, પેકેજ સિવાયના ઇન્વેસ્ટિગેશન ખોટી રીતે માગવા, જેવી કનડગત કરવી રોજીંદી બની ગઇ છે. આયુષ્માન યોજના સાથે જોડાયેલી તમામ તબીબો અને હોસ્પિટલ સંચાલકો આપને નાંણાકીય બાબતમાં તથા ઇન્સ્યુરન્સ કંપનીના વર્તન અને વ્યવહાર સુધરે તે માટે હસ્તક્ષેપ કરાય તેવી માંગ કરાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement