ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

VIDEO: અમદાવાદમાં ફિલ્મ જેવી ખૌફનાક ઘટના: એકતરફી પ્રેમમાં પાગલ યુવાને પોતાને લગાવી આગ, નીપજ્યું મોત

10:30 AM Nov 28, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

 

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગઈ રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાના પર જ્વલનશીલ પ્રવાહી છાટી સળગી મર્યો હતો. સરખેજમાં આવેલ આલનૂર હોસ્પિટલ ખાતે આ બનાવ બન્યો હતો. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. એ બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો.

મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીના પાડોશમાં જ રહેતો હતોઆ યુવક. યુવક હોસ્પિટલ્સમાં પહોંચ્યો અને તોડફોડ કરી હતી. ત્યાર બાદ પોતાના શરીર પર કેરોસીન છાંટી સળગ્યો હતો. યુવકે સળગતી હાલતમાં પહેલા માળેથી નીચે કૂદકો માર્યો હતો. સળગતી હાલતમાં રોડ પર તરફડિયાં મારતો હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. સ્થાનિક લોકોએ યુવકને સળગતો બચાવવા પ્રયત્ન કર્યા હતા.

https://x.com/himanshu_171120/status/1994253607089090992?s=20

અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતીના પાડોશમાં રહેતો કામરાન નામનો યુવક તેને છ મહિનાથી હેરાન કરતો હતો અને એકતરફી પ્રેમમાં પાગલ હતો. ગઈકાલે 27 નવેમ્બરના રોજ રાતે 8:30 વાગ્યે કામરાન હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને યુવતી સાથે બોલાચાલી કરી હતી. હોસ્પિટલમાં માથાકૂટ કર્યા બાદ યુવકે તોડફોડ કરી અચાનક જ તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. પહેલા માટે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી પણ આગ લાગતાં બેભાન થઈ ગઈ હતી.

આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું આજે વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement