For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં બાયોડીઝલના ગોડાઉનમાં ભયાનક આગ

12:37 PM Feb 29, 2024 IST | Bhumika
ગોંડલમાં બાયોડીઝલના ગોડાઉનમાં ભયાનક આગ
  • બાયોડીઝલ ભરેલા કેરબા-ટેન્કર ખાખ

Advertisement

ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર આવેલ જામવાડી ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ બાયો ડીઝલના ગોડાઉનમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની ઘટનાને લઈને ગોંડલ, રાજકોટ અને જેતપુરના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો.
ગોંડલના જામવાડી અને ચોરડી ગામની વચ્ચે આવેલ સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ ટ્રેડર્સ નામના બાયો ડીઝલના ગોડાઉનમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેમાં ગોડાઉનમાં પડેલ ડીઝલ ભરેલ ટેન્કરમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાની જાણ ગોંડલ ફાયર સ્ટેશનમાં કરતા ગોંડલ નગરપાલિકાના બે ફાયર, જેતપુરના એક ફાયર અને રાજકોટના એક ફાયર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ફાયર ફાઈટરો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં લાખો રૂૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. હજુ સુધી આગ લાગવાનું કારણ અંકબંધ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement