માણાવદરથી વંથલી હાઇવે રોડમાં ભયાનક ખાડા
MLA અરવિંદ લાડાની ઉપર ફિટકાર વરસાવતી જનતા
માણાવદર શહેર અને પંથક માં ખરાબ રસ્તા થી આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે વારંવાર અખબારી અહેવાલો બાદ પણ વંથલી હાઇવે ઉપર ભયાનક ખાડા યથાવત જોવા મળે છે એક બાજુ મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મીટીંગો માં રોડ રસ્તા બુરાવા આદેશો આપ્યા છે પરંતુ પથક ના અને ઉચ અધિકારી ને મુખ્ય મંત્રી ની કોય વેલ્યુ નથી કે સુ? તેવી ચર્ચા પ્રજા કરે છે કારણ વંથલી હાઇવે સહિત અનેક વિસ્તારો માં રસ્તા માં બેફામ ખાડા યથાવત જોવા મળે છે ત્યારે આ પંથક ની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ટેક્સ બેફામ વસૂલી લેવાનું પણ રસ્તા સારા નથી મળતા અગાઉ પણ આમ જનતા માંથી માંગ ઉઠી હતી.
હાલ વંથલી હાઇવે ની બદતર હાલત થી સૌથી વધુ ખરાબ હાલત સગર્ભા મહિલા ઓની થાય છે કારણ કે કોય ખાસ કેસ માં જૂનાગઢ રીફર કરાય છે તેમાં આ ખરાબ રસ્તા ના કારણે મહિલા અને બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે ત્યારે સરકાર ની 108 એમ્બ્યુલન્સ ના ચાલકો ની હાલત ખરાબ થઇ જાય છે તત્કાળ પોહચવું કેમ?.ખરાબ રસ્તા ના કારણે ગંભીર અકસ્માત નોતરશે જનહિત માં મુખ્ય મંત્રી આદેશ ના આદેશ ક્યારે આપશો?