હોરાઇઝન ઇમેજિંગ સેન્ટર જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નાખતા ઝડપાયું
150 ફુટ રિંગ રોડ ખાતે આવેલ હોરાઈઝન ઈમેજીન્ગ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
તા.02-10-2024ના રોજ હોરાઈઝન ઈમેજીન્ગ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીન, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂ.10,000/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર પી.સી.સોલંકીની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેર વી.એમ. જીંજાળાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.10ના સેનેટરી ઇન્સ્પેક્ટર સુરેશભાઈ પટેલ તથા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર દિપેશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકૃત કરેલ એજન્સી ઉશતિજ્ઞિંળયમ ઇશજ્ઞ-ઈહયફક્ષ ઙદિ.ં કમિં. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે.