For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અકસ્માતના બનાવોમાં સારી કામગીરી બદલ 108ના પાયલટ, EMT અને જમાદારનું સન્માન

06:03 PM Feb 08, 2024 IST | Bhumika
અકસ્માતના બનાવોમાં સારી કામગીરી બદલ 108ના પાયલટ  emt અને જમાદારનું સન્માન

વર્ષ 2023-24 દરમિયાન રોડ અકસ્માતની ઘટનામાં રાજ્ય સરકારની 108 ટીમનાં ઇ.એમ.ટી. અને પાયલટ તેમજ હેડ કોન્સ્ટેબલની સરાહનીય કામગીરી બદલ તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતું. તેમને રૂલર એસપી જયપાલસિંહ રાઠોડ અને કલેકટર પ્રભવ જોષી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

ઇ.એમ.ટી આરતી બેન અંકલેશ્વરીયા અને પાયલોટ રામભાઇ ખાંભલાએ ગ્લોબલ વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટમાં વિદેશી બિઝનેસ મહિલા રાજકોટ શહેર માંથી પસાર થઈ રહ્યા હતા એ દરમીયાન કુવાડવા રોડ ઉપરના અકસ્માત માં કારમાં ફસાયેલાં વિદેશી બિઝનેસ મહિલા ને પૂરી ત્વરીત પ્રતિસાદ અને કટિબદ્ધ પૂર્વક અકસ્માત માં ભોગ બનેલા વિદેશી બિઝનેસ ને જીવન બચવામાં આવ્યું હતો, જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા પણ લેવામાં આવી છે અને સાથે રાજકોટ જિલ્લા ને રાષ્ટ્રીય સ્તરે ગૌરવતા આપી છે.

પાઇલોટ ઉદય દવેએ ચોકડી પાસે જુલાઈ મહિનામાં ચાલું વરસાદમાં મોડી રાત્રે અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી અને ભેબાન અવસ્થામાં ભોગ બનેલા ની પાસે થી 4.2 લાખ રોકડ રકમ વાહન માં મળી આવેલાં હતા, જે ભાગ બનનાર નાં પરિવારજન પરત કરી પ્રમાણિકતા નું શ્રેષ્ઠ ઊદાહરણ રૂૂપ કામગીરી કરી છે અને જીવન બચવામાં આવ્યું હતું. જે ખરાં અર્થમાં રોડ ના ક્ષેત્ર નાયક ની સાબિત થઈ રહ્યા છે.

Advertisement

હેડ કોન્સ્ટેબલ રામસિંગ ભાઈ વરુંએ વર્ષ 2023/24 દરમિયાન રોડ અકસ્માત ઘટના માં રાજ્ય સરકાર ની 108 સેવા થકી 28 વખત ઇજાગ્રસ્ત મદદરૂૂપ સેવા અપાવમાં સહકાર આપ્યું છે સાથે હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં મદદરૂૂપ રહ્યા છે. એક રોડ અકસ્માતની ઘટનામાં જ્યાં સુધી 108 સેવા પહોંચવા આવે ત્યાં સુધી ઈઙછ ભોગ બનેલા ને આપી હતી જેના થકી ભોગ બનેલા ને જીવનદાન આપ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement