પરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાત
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરતા કોલેજીયન યુવાને પેપર નબળા જતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર આવેલ મેટોડા જીઆઈડીમાં પાઠક સ્કૂલ પાછળ રહેતા અને ગાર્ડી કોલેજમાં હોમિયોપેથીકનો અભ્યાસ કરતા સૌરભ પ્રફુલભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે બપોરેના બારેક વાગ્યા અરસામાં ચુંદડી વડે ફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિલ પોલીસ ચોકીના સ્ટાફે નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતા જમાદાર હરેશ સોરાણી સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં પરિક્ષામાં પેપર નબળા ગયા હોવાથી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.