For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બી.એ.ડાંગર કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલ

04:01 PM Sep 11, 2025 IST | Bhumika
બી એ ડાંગર કોલેજની વર્ષ 2025 26ની માન્યતા રદ કરતી હોમિયોપેથિક કાઉન્સિલ

રાજકોટની બહુચર્ચિત બી.એ.ડાંગર કોલેજના એક વિદ્યાર્થીના આપઘાતની ઘટના બાદ હોમિયોપેથિક કાઉન્સિલ દ્વારા આ કોલેજની વર્ષ 2025-26ની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ મેડિકલ કોલેજમાં ઇન્સ્પેકશન દરમિયાન અનેક ગોટાળા અને બેદરકારી સામે આવી હતી.

Advertisement

નેશનલ હોમિયોપેથી કાઉન્સિલ (NCH) એ કોલેજની 2025-26ના શૈક્ષણિક સત્ર માટેની માન્યતા રદ કરી દીધી છે, કારણ કે તપાસમાં અનેક ગંભીર બેદરકારીઓ અને ગેરરીતિઓ સામે આવી છે.

મળતી માહિતી મુજબ, વિદ્યાર્થીના આપઘાત બાદ મેડિકલ કાઉન્સિલની ટીમે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ કોલેજની તપાસ કરી હતી. આ તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું કે કોલેજમાં લાયકાત વગરના અધ્યાપકો ભણાવતા હતા અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલમાં દર્દીઓ પણ નહોતા. આ ઉપરાંત, કોલેજમાં ગેરકાયદેસર રીતે એડમિશન આપવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો છે.

Advertisement

તપાસ દરમિયાન, ટીમે નોંધ્યું કે 3 સપ્ટેમ્બરે 245 દર્દીઓની ઓપીડી નોંધાઈ હતી, પરંતુ 4 સપ્ટેમ્બરે એક પણ દર્દી દાખલ થયેલો નહોતો, જે શંકાસ્પદ છે. વધુમાં, હોસ્પિટલના એક્સ-રે ટેક્નિશિયનને એક્સ-રે મશીન ચલાવતા પણ આવડતું નહોતું. પેથોલોજી વિભાગમાં પણ યોગ્ય રીતે પરીક્ષણો કરવામાં આવતા ન હતા. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કોલેજ જિલ્લા ભાજપના મહામંત્રી ભરત મેતાના ભાઈ જનક મેતાની હોવાથી અનેક વિવાદો છતાં ભૂતકાળમાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. ગયા વર્ષે પણ NCH દ્વારા આ કોલેજની માન્યતા રદ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે રૂૂપિયાના જોરે આ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો, તેવી વાતો લોકોમાં ચર્ચાય રહી છે. આ નવો આદેશ કોલેજની અનિયમિતતાઓ પર એક મોટી કાર્યવાહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement