વડાપ્રધાનના આગમન પહેલાં ગૃહમંત્રીનું સરપ્રાઈઝ ચેકિંગ
રાજકોટમાં આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારવાના છે એઈમ્સ સહિતના કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરાના હોય શહેરભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને રેસકોર્સ ખાતે ભવ્ય જાહેરસભા તેમજ રોડ શો યોજાશે આથી ગૃહમંત્રી હર્ષ સંઘવવીએ ગઈકાલે રાજકોટ આવી સભાસ્થળ તેમજ રોડ શોના રૂટનું નિરિક્ષણ કરી અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના આગમન પહેલા ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની સરપ્રાઈઝ મુલાકાત લઈ વડાપ્રધાનની જે સ્થળે સભા યોજાવાની છે. તેનું નિરિક્ષણ કર્યુ હતું તેમજ રોડ શોના રૂટ ઉપર રાઉન્ડ લગાવી સમગ્ર કાર્યક્રમની સુરક્ષા સહિતની સ્થિતિનું નિરિક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. અને પત્રકાર પરિષદમાં તમામ માહિતી સાથે ડ્રગ્સ અભિયાન નહીં પણ તેની સામેની જંગ હોવાનું જણાવી પોલીસ વિભાગને પણ ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી કરવાની સુચનાઓ આપી હતી.
રાજકોટમાં આગામી તા.25ના એઇમ્સ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે, આ પ્રસંગે વડાપ્રધાનની જાહેરસભા પણ યોજાશે, સમગ્ર કાર્યક્રમની સુરક્ષા સહિતની સ્થિતિનું નિરીક્ષણ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે રાજકોટ આવી પહોંચ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડનાર સોમનાથ વેરાવળ પોલીસને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે, ગુજરાત પોલીસ બે વર્ષથી ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ જંગ લડી રહી છે.
તમારા મિત્રોને ડ્રગ્સના દૂષણથી બચાવો : હર્ષ સંઘવી
ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે તમે તમારા મિત્રોની નાની મોટી વાત છુપાવતા હશો પરંતુ જો તમારો મિત્ર ડ્રગ્સના દુષણમાં હોય અને તેની જિંદગી બચાવવા ઇચ્છતા હો તો તેની માહિતી પોલીસને આપજો, ડોક્ટર અને મનોચિકિત્સકની મદદથી તેનું કાઉન્સેલિંગ કરી તેની જિંદગી બચાવવામાં આવશે અને તેની પાસેથી માહિતી મેળવી ડ્રગ્સનો કાળો કારોબાર કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, આ વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટમાં કરી હતી.