મોદીને આવકારવા અનેરો થનગનાટ: એરપોર્ટથી રેસકોર્સ સુધી ભવ્ય રોડ શો
- રૂટ પર 21 સ્ટેજ તૈયાર, રાસ-ગરબા, રામાયણના પાત્રોની રજૂઆત અને નાસિક ઢોલના નાદ સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે રાજકોટ ખાતે પધારનાર છે અને વિવિધ પ્રકલ્પોના કરોડો રૂપિયાના પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવના છે તેવી જ રીતે રેસકોર્સ ખાતે જાહેરસભાને સંબોધન કરવાના હોય શહેરભરમાં મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ તેમજ શહેરીજનો દ્વારા નરેન્દ્રમોદીના આગમન સમયે આવકારવા અને સ્વાત કરવા માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જૂના એરપોર્ટથી રેસકોર્સ સભાસ્તળ સુધી રોડ શો યોજાશે ત્યારે રોડ શોના રૂટ ઉપર 21 સ્ટેજ ઉપર રાસ ગરબા થીમ આધારીત ગીતો તેમજ વૈદિક મંત્રોચ્ચાર દિવ્યાંગબાળકોની કૃતિઓ અને યોગ એરોબિક્સ વગેરે રજૂ કરવામા આવશે. તેમજ સરકારી ઈમારતો સહિતના સ્થળોએ રોશનીનો જગમગાટ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનના આગમનના કારણે શહેરીજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રૂૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપવા રાજકોટ પધારી રહ્યા છે, ત્યારે જૂના એરપોર્ટથી રેસકોર્સ સભાસ્થળ સુધીના 800 મીટરના રૂૂટ પર વડાપ્રધાનશ્રીને સત્કારવા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રોડ શોના રૂૂટ પર અંદાજિત 21 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે અન્વયે રોડ શો દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત ગુજરાતની ઓળખ સમા રાસ-ગરબા, રામાયણના પાત્રોની રજૂઆત કરાશે તથા નાસિક ઢોલના નાદ સાથે વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરાશે. કર્ણાવતી શાળા અને સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરવામાં આવશે.
તેમજ ભૂષણ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ સ્ટેજ તથા ચંદ્રયાન અને સ્પોર્ટસ થીમ પર ગીત રજૂ કરાશે. સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા ઋષિકુમારોના વસ્ત્રોમાં મંત્રોચ્ચાર થકી વૈદિક વાતાવરણ ઉભું કરવામાં આવશે. પ્રયાસ સંસ્થાના દિવ્યાંગ બાળકો વિશિષ્ટ કૃતિ રજૂ કરીને આત્મવિશ્વાસ દર્શાવીને વડાપ્રધાનશ્રીને આવકારશે. સિફા ફિટનેસ સેન્ટર દ્વારા એરોબીક્સ અને ડિવાઈન યોગ સંસ્થા દ્વારા લાઇવ યોગ રજૂ કરાશે. વધુમાં, વિવિધ સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આદિજાતિ, રાવળદેવ, તુરી બારોટ, મરાઠી, પંજાબી, સિંધી, બંગાળી, દાઉદી વ્હોરા અને કર્મકાંડી બ્રાહ્મણ ગ્રુપ દ્વારા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પ્રધાનમંત્રીશ્રીને આવકારવામાં આવશે. ક્ષત્રિય બહેનો દ્વારા મારવાડી પહેરવેશ થકી સમાજની પરંપરાને ઉજાગર કરાશે. સાથેસાથે બ્રહ્માકુમારીઝ સંસ્થાના બહેનો, ગ્રામીણ રોજગાર તાલીમ કેન્દ્ર સહીત નિવૃત સૈનિકો વડાપ્રધાનશ્રીનું અદકેરું અભિવાદન કરવામાં જોડાશે. આમ, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સહીત રાજકોટવાસીઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે થનગની રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને શહેરભરમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વયારા પણ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આી છે. રેસકોર્સ ખાતે જાહેરસભા માટે ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ એક લાખથી વધુ મેદની બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરી રોડ શોના રૂટ ઉપર પણ જાતજાતના શણગારો સજામાં આવ્યા છે.