For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હનીટ્રેપ-વ્યાજખોરો સામે તૂટી પડવા ગૃહમંત્રીનો આદેશ

05:08 PM Jul 09, 2025 IST | Bhumika
હનીટ્રેપ વ્યાજખોરો સામે તૂટી પડવા ગૃહમંત્રીનો આદેશ

કાયદો અને વ્યવસ્થયાની સ્થિતિ અંગે સમીક્ષા કરી: પઠાણી ઉઘરાણી કરનાર 1054 સામે ગુનો નોંધાયો

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જના વડાઓ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં ડ્રગ્સ સામે ચાલી રહેલી ઝુંબેશ અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા એનડીપીએસના કેસોમાં અગાઉની સરખામણીમાં બમણાથી પણ વધુ કેસો કરવામાં આવતા મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવી સ્થાનિક પોલીસ પણ એનડીપીએસના કેસ કરવા અંગે સૂચના આપી હતી. તે ઉપરાંત માત્ર 15 દિવસમાં ડ્રગ્સ માફીયાઓ સામે PIT NDPSના મહત્તમ 17 કેસ કરવા બદલ મંત્રીએ ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને હજુ મહત્તમ કેસ કરવા સૂચના આપી હતી.

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ થયેલી કાર્યવાહી માટે પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યમાં GujCTOC હેઠળ કરવામાં આવેલી સઘન કાર્યવાહીની પણ મંત્રીએ સરાહના કરી હતી. GujCTOC હેઠળ પાંચ મહિનામાં મહત્તમ 8 કેસ કરી 77 આરોપીઓ સામે કેસ કરવા આવ્યા છે.
રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો વિરુદ્ધ થયેલી ઐતિહાસિક કામગીરી બદલ અભિનંદન પાઠવી આવા તત્વો સામે હજુ કડકમાં કડક કાર્યવાહી કરવાની દિશામાં ચોક્કસ રણનીતિ ઘડવા સૂચના આપી હતી. તા. 1લી જાન્યુઆરી 2024થી તા. 31મી મે 2025 દરમિયાન અસામાજિક તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં 582 ગેરકાયદેસર દબાણ દૂર કરાયાં, ગેરકાયદેસર વીજ જોડાણ અંતર્ગત 1861 સામે કાર્યવાહી, 689 રીઢા ગુનેગારો સામે જામીન રદ કરવા અંગેની કાર્યવાહી તેમજ અસામાજિક તત્વોના બેંક એકાઉન્ટ તપાસી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કરનાર 390 સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ કડક કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

તા. 1લી જાન્યુઆરી 2024થી તા. 31મી મે 2025 દરમિયાન 2487 વ્યાજખોરો વિરૂૂધ્ધ 1054 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાત પોલીસ 641 લોન મેળા યોજી નાગરિકોને મદદરૂૂપ થઈ છે. હજુ સ્થાનિક પોલીસ સ્ટેશને એફઆઇઆરમાં વિલંબ ન થાય તેની ખાસ કાળજી રાખવા અને વ્યાજખોર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે અરજદારને સિનિયર ઓફિસર ખુદ સંવેદનાપૂર્વક સાંભળે અને તેની સમસ્યાનો ઉકેલ લાવે તે અંગે મંત્રી દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જરૂૂરી સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત હની ટ્રેપના તા. 1લી જાન્યુઆરી 2024થી તા. 31મી મે 2025 દરમિયાન 296 આરોપીઓ વિરૂૂધ્ધ 66 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. હની ટ્રેપ જેવા ગુનાઓમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement