ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે કચ્છ-મોરબી જિલ્લાના પ્રવાસે
11:40 AM Jul 24, 2025 IST | Bhumika
રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આજે ગુરુવારે કચ્છ તેમજ મોરબીના પ્રવાસે પધારશે કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સાંજે મોરબી ખાતે લોક દરબાર કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તા. 24 ને ગુરુવારે સવારે 9 : 30 કલાકે કચ્છના ગાંધીધામ તાલુકાના શીણાય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાતમુર્હત કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાશે બપોરે 1 : 45 કલાકે હર્ષ સંઘવી ભચાઉ તાલુકાના લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લી. કંપની ખાતે નાર્કોટિક જથ્થાના નાશ માટે જશે અને સાંજે મોરબી આવશે સાંજે 5 કલાકે પોલીસ અધિક્ષક કચેરી મોરબી ખાતે લોક દરબાર યોજાશે જેમાં ગૃહ મંત્રી લોકોના પ્રશ્નો સાંભળશે.
Advertisement
Advertisement