ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂડિયા છે, પહેલા પોતે પીવાનું બંધ કરે: કોંગ્રેસ MLAને નશો ચડ્યો

01:18 PM Dec 04, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પહોચી હતી. જન આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિવાદીત નિવેદન આપ્યુ હતું. કાંતિ ખરાડીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂૂડિયા કહ્યા અને કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂૂ પીવે છે, પહેલા પોતે દારૂૂ પીવાનું બંધ કરે.

કોંગ્રેસના દાંતા-અમીરગઢના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને દારૂૂડિયા કહ્યા છે. આ આરોપ તેમણે દાંતા ખાતે જન આક્રોશ યાત્રાના સમાપન સમયે લગાવ્યો હતો. ધારાસભ્ય કાંતિ ખરાડીએ ભાજપ સરકાર, તંત્ર અને પોલીસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જંગલ, જમીન, દાખલાઓ, દારૂૂ, ડ્રગ્સ અને ખેડૂતોના ખાતર જેવા મુદ્દાઓ પર દાંતા પ્રાંત કચેરીમાં નારેબાજી સાથે આવેદનપત્ર આપ્યું હતું.

કાંતિ ખરાડીનું શબ્દશ : નિવેદન જોઇએ તો તેમણે જણાવ્યું કે, આજે તાજેતરની અંદર આખા ગુજરાતને દારૂૂનો મુદ્દો, વિકાસનો મુદ્દો હોય કે ખેડૂતોને પડતી મુશ્કેલીનો મુદ્દો હોય એના અનુસંધાને અથવા તો જંગલ જમીનનો હોય કે અંબાજીમાં મકાન તુટવાનો જે મુદ્દો છે એના અનુસંધાને અહીં આવેદન પત્ર આપ્યું હતું અને એ જ મુદ્દાના અનુસંધાને આખા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા કાઢવામાં આવી હતી એનું આજે સમાપન થઇ રહ્યું છે.

અમે સરકારને એ ઉજાગર કરીએ છીએ કે શા માટે તમે રેલી કાઢવા દો છો. તમારી નીતિ સાફ હોય તો આ બધું બંધ કરોને. હું તો એવું કહેવા માંગુ છું કે આ ગુજરાતનો વડો પોતે દારૂૂ પીતો હોય, તો પરિવારના દીકરાઓ કેમ દારૂૂ ન પીવે? સૌથી પહેલા ગુજરાતના ગૃહમંત્રી ફરી કહું છું કે ગુજરાતના ગૃહમંત્રી પોતે દારૂૂડિયા છે તો ગુજરાતની જનતા કેમ દારૂૂડિયા કરી રહી છે.શા માટે આવું કરી રહી છે. નાના નાના દીકરાઓ એક્સીડેન્ટ અથવા તો બીજી રીતે મારી જાય છે. નાની દીકરીઓ વિધવા થઇ રહી છે. આ બધા પાપના ભાગીદાર ગુજરાતના ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી એમને શરમ આવવી જોઈએ કે આ દારૂૂ જો ગુજરાતમાં બંધ કરવો હોય અને એમની નીતિ સાફ હોય તો માત્ર અડધો કલાકમાં આખા ગુજરાતમાં દારૂૂ બંધ થઈ જાય.

Tags :
CongressCongress MLAgujaratgujarat newsHome Minister Harsh Sanghvi
Advertisement
Next Article
Advertisement