ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતે
કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ શનિવારે બ્રહ્માનંદધામના નઅતિથિથરૂૂપે પધારી રહ્યા છે. પૂ.મુકતાનંદ બાપુના સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો નિર્ધારીત કરાયા છે. જેમાં બ્રહ્માનંદધામ ખાતે સૈનિક સ્કૂલ, સ્ટાફ ક્વાર્ટર્સ, ઓપરેશન થિયેટર, અતિથિ ભવનનુ લોકાર્પણ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરાયુ છે ત્યારે ગળહમંત્રી અમિતભાઈને વધાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વહીવટીતંત્ર એલર્ટ છે.
કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ ચાપરડાના મહેમાન બનશે. તેઓ ચાપરડા ખાતે અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ભારત સાધુસમાજના રાષ્ટ્રિય અધ્યક્ષ પૂ. મુકતાનંદ બાપુનું ચાપરડા ખાતે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ આવેલું છે.સાથે અહિં જય અંબે હોસ્પિટલ પણ આવેલી છે. દરમિયાન અહિં સૈનિક સ્કૂલનું શાળા ભવન બનાવાયું છે, સૈનિક સ્કૂલના કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર્સ ભવન બનાવાયા છે, જય અંબે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો માટે ડોકટર ક્વાર્ટર્સ બિલ્ડીંગ બનાવાયું છે અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે અતિથી ભવન બનાવાયું છે. આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહના વરદ્ હસ્તે કરાશે. સાથે પૂ. મુકતાનંદબાપુ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અને શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર ખાતે સંસ્કળત શક્તિ ગુરુકુલ પણ ભવિષ્યમાં નિર્માણાધિન થશે.
જેનું ખાતમુહૂર્ત પણ કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે. નવા વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ 8 માર્ચ-2025ને શનિવારે બપોરના 3 વાગ્યે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ચાપરડા ખાતેના સૈનિક સ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાશે.આ કાર્યક્રમના અધ્યક્ષપદે કેન્દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ રહેશે અને સાથે પૂ. મુકતાનંદ બાપુની પ્રેરક ઉપસ્થિતી રહેશે.આ કાર્યક્રમમાં આમંત્રિતોને ઉપસ્થિત રહેવા ગીજુભાઈ ભરાડ, અજયભાઈ ગુડકા, વિનોદભાઈ પટેલ, જયેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓએ અનુરોધ કર્યો છે.