અક્ષરનગરમાં રહેતા હોમગાર્ડ જવાનનું બેભાન હાલતમાં મોત
શહેરમા ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા અક્ષર નગરમા રહેતા અને હોમગાર્ડમા ફરજ બજાવતા યુવકનુ બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા અક્ષર નગરમા રહેતા વિષ્ણુ મહાદેવભાઇ નકુમ નામનો 27 વર્ષનો યુવાન રાત્રીનાં નવેક વાગ્યાનાં અરશસામા પોતાના ઘરે હતો. ત્યારે બેભાન હાલતમા ઢળી પડયો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો જયા યુવકનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. મૃતક યુવાન ત્રણ ભાઇ એક બહનેમા નાનો અને અપરણીત હતો. મૃતક વિષ્ણુ નકુમ હોમગાર્ડમા અને ખાનગી હોસ્પીટલમા નોકરી કરતો હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા જામનગરમા રહેતો જીતેશ પીપરોતર નામનો 39 વર્ષનો યુવાન નવા દોઢસો ફુટ રીંગ રોડ પર ઠાકર ચોકડી પાસે હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરાયો હતો. જયા યુવકનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
