ચોટીલામાં હોમગાર્ડ જવાને સહકર્મીઓના ત્રાસથી ફિનાઈલ પીધું
યુવાન ડબલ નોકરી કરતો હોવાની ઉચ્ચ અધિકારીને અરજી કરતા પગલું ભર્યું
ચોટીલામાં રહેતો અને હોમગાર્ડમાં ફરજ બજાવતો યુવાન અન્ય સ્થળે પણ નોકરી કરતો હોવાની સહ કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓને લેખીતમાં ફરિયાદ કરતા યુવાને સહકર્મચારીઓના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવારમાંટે ખસેડાયો હતો.
આબનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામાં જૂની પોસ્ટ ઓફિસ પાછળ રહેતા અને ચોટીલામાં જ હોમગાર્ડમાં ફરજ બજાવતો જયદીપ જયંતિભાઈ શાપરા નામનો 31 વર્ષનો યુવાન રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખશેડવામાં આવ્યો હતો.
પ્રાતમિક પુછપરછમાં જયદીપ શાપરા હોમગાર્ડમાં 10થી 6 અને સાથો સાથ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાણી પુરવઠામાં સવારે 5થી 9 વાગ્યા સુધી વાલ્વમેનની નોકરી કરે છે. જે અંગે સહકર્મચારીઓએ જયદીપ શાપરા ડબલ નોકરી કરતો હોવની ઉચ્ચ અધિકારીઓને કરેલી લેખીત ફરિયાદથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.