ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન

01:23 PM Mar 11, 2024 IST | Bhumika
Advertisement

મુસાફરોની સુવિધા માટે અને હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવે ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09523/09524 ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ 2 ટ્રીપ્સ ટ્રેન નંબર 09523 ઓખા - દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 19 માર્ચ, 2024 મંગળવારના રોજ 10.00 કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે દિલ્હી સરાય રોહિલા પહોંચશે.

Advertisement

તેવી જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી બુધવાર, 20 માર્ચ 2024ના રોજ 13.20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, અલવર. અને રેવાડી સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસ ના કોચ હશે. ટ્રેન નંબર 09523 નું બુકિંગ 11 માર્ચ, 2024 થી તમામ ઙછજ કાઉન્ટર અને ઈંછઈઝઈ વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષની મુલાકાત લઈ શકે છે.

Tags :
gujaratgujarat newsHoli special trainOkha-Delhi train
Advertisement
Next Article
Advertisement