હોળીનો વરતારો: મારામારીના કેસો 243 ટકા વધશે
રોડ અકસ્માતના કેસોમાં 89 ટકા સુધી વધારો થવાનું 108નું અનુમાન
સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવાતા હોળી ધુળેટીના તહેવાર દરમિયાન ઈમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. પાછલા વર્ષોના ડેટા અનુસાર 108.ઈ એમ એસ એ આગાહી કરી છે કે 13મી માર્ચ 2025 ના હોળીના દિવસે ઈમર્જન્સી કેસોમાં 3.61% (3,870 કેસ, નો વધારો થશે અને 14મી માર્ચ 2025 ના ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ, નો વધારો થશે જે સામાન્ય દિવસના સરેરાશ કેસની સરખામણીએ વધુ છે મુખ્ય રીતે રોડ અકસ્માતો અને ટ્રોમા (નોન 3,735 વ્હીક્યુલર સંબંધિત ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે.
આ વર્ષે હોળીના દિવસે 36.10% (656 કેસ, અને ધુળેટીના દિવસે 89% (911 કેસ, નો વધારો થવાની સંભાવના છે જે સામાન્ય દિવસના 482 કેસની સરખામણીએ છે. આ વધારો વાહનવ્યવહારના વધારા અને સાવચેતીના અભાવના કારણે થાય છે તથા ટ્રોમા (નોન વ્હીક્યુલર) કેસો. જેમાં શારીરિક હુમલા અને પડી જવાથી થતા ઇજા હોય છે.
હોળીના દિવસે 33 67% (528 કેસ, અને ધુળેટીના દિવસે 129.62% (907 કેસ, નો વધારો થવાની સંભાવના છે. જે સામાન્ય દિવસના 395 કેસની સરખામણીએ છે. આ ઉપરાંત શારીરિક હુમલાના કેસો. હોળીના દિવસે 72.93% (230 કેસ, અને ધુળેટીના દિવસે 243,61% (457 કેસ, નો વધારો થવાની શક્યતા છે જે સામાન્ય દિવસના 133 કેરાની સરખામણીએ વધુ છે આ મોટાભાગે ઉત્સવ દરમિયાન થતાં વિવાદોને કારણે થાય છે.
એવા જિલ્લાઓ જ્યાં બંને દિવસ દરમિયાન 20% થી વધુ ઈમર્જન્સી કેસો વધી શકે છે તેમાં અરવલ્લી દાહોદ મહીસાગર પંચમહાલ પોરબંદર સાબરકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. ધુળેટીના દિવસે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 20% થી વધુ ઈમર્જન્સી કેસો જોવા મળી શકે છે.
838 એમ્બ્યુલન્સ 24X7 તૈનાત રહેશે
ઈમર્જન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે 2, 838 એમ્બ્યુલન્સ ચોવીસ કલાક કાર્યરત રહેશે અને હોસ્પિટલોમાં વધારાના સુપરવાઈઝરી સ્ટાફ તહેનાત કરાશે જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમર્જન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય. કોઈ પણ ઇમર્જન્સી સમયે તત્કાળ 108 ડાયલ કરો તમારું ઝડપી પગલું કોઈનું જીવન બચાવી શકે છે.