હિટ એન્ડ રન : ચોટીલામાં મજૂરી કામ કરી પરત ફરતા બાઇક ચાલક યુવાનનું મોત
ચોટીલામા રહેતો યુવાન મજુરી કામ કરી ઘરે પરત ફરી રહયો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા યુવકનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલામા આવેલા મફતીયા પરા વિસ્તારમા રહેતો કલ્પેશ રાજુભાઇ કોરડીયા નામનો 3પ વર્ષનો યુવાન મતરાત્રે મજુરી કામ કરી પોતાનુ બાઇક લઇ ઘરે જઇ રહયો હતો . ત્યારે ચોટીલા આવાસ યોજના કવાર્ટર પાસે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવ્યો હતો હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલા રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દમ તોડતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવાન બે ભાઇ એક બહેનમા મોટો અને અપરણીત હતો.
બીજા બનાવમા ગોંડલના અનીડા ગામે રહેતા વિજય ઉપેન્દ્રભાઇ રાય નામનો 35 વર્ષનો યુવાન ગામમા ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો . જયા યુવકનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.