રામાપીર ચોકડી પાસે હિટ એન્ડ રન: રિક્ષા અડફેટે યુવાનનું મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જ્યારે વધુ એક ઘટનામાં રામાપીર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા યુવકને રિક્ષાચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામાપીર ચોકડીથી બ્રીજ ઉતરતા રૈયાચોકડી તરફ ડિવાયડર ક્રોસ કરતા ધર્મેન્દ્ર જિનકરભાઈ શાહ નામના 28 વર્ષના યુવાનને અજાણ્યા રિક્ષાચાલકે ઠોકરે ચડાવી અકસ્માત સર્જયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકની સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.
બીજા બનાવમાં નાનામૌવા રોડ પર આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા રણવીરભાઈ નરેન્દ્રભાઈ જોશી ઉ.વ. 51 રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે હદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક મૃતક ચારભાઈમાં નાના હતા અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અઁગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.