જૂનાગઢના ખડિયા નજીક ‘હિટ એન્ડ રન’ : હટાણું કરીને ઘરે આવતા પ્રૌઢનું અકસ્માતમાં મોત
11:54 AM Mar 06, 2025 IST | Bhumika
અજાણ્યા બાઇકના ચાલક સામે કાર્યવાહી: ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
Advertisement
જુનાગઢનાં ખડીયા ગામ નજીક અજાણ્યા પેટ્રોલ પંપ પાસે અજાણ્યા બાઇકની ઠોકરે બાઇક ચાલક પ્રૌઢનુ મોત નીપજયુ હતુ.
બનાવની વિગતો અનુસાર જુનાગઢનાં ચોરવાડીયા ગામે રહેતા ભીમા ભીખુભાઇ માથુકીયા (ઉ.વ. પ0) ખડીયા ગામે હટાણુ કરવા ગયા હતા ત્યાથી બાઇક લઇને પરત ફરતા હતા તે સમયે સોમનાથ પેટ્રોલ પંપ પાસે સામેથી આવતા અજાણ્યા બાઇકના ચાલકે ભીમાભાઇનાં બાઇકને ઠોકરે લેતા ભીમાભાઇ ગંભીર રીતે ઘવાયા હતા તેમને હોસ્પિટલે ખસેડવામા આવતા ફરજ પરનાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
Advertisement
ભીમાભાઇને સંતાનમા બે દીકરા બે દીકરી છે અને પોતે ત્રણ ભાઇમા વચેટ હતા તેમજ પોતે ખેતીકામ કરતા હતા તેમનાં મોતથી પરીવારમા શોક છવાયો છે.
Advertisement