For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિંગોળગઢ નજીક હિટ એન્ડ રન : બે મહિલાના મોત, 11 ઘાયલ

04:27 PM Sep 29, 2025 IST | Bhumika
હિંગોળગઢ નજીક હિટ એન્ડ રન   બે મહિલાના મોત  11 ઘાયલ

વીંછિયા કેટરિંગનું કામ કરતી છકડો રિક્ષામાં રાતે પરત આવતી 15 મહિલાને અડફેટે ચડાવી કારચાલક ફરાર

Advertisement

ઢાળ હોવાથી રિક્ષામાંથી નીચે ઉતરી કેટરિંગનો સ્ટાફ ચાલીને જતો હતો ત્યારે બનેલો બનાવ

જસદણના હિંગોળગઢ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં બે મહિલાના મોત થયા હતા 11 ને ઈજા થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે. કેટરીંગનું કામ કરતી મહિલાઓ પરત આવતી હોય તે વખતે હિંગોળગઢ નજીક ઢાળ હોવાથી રિક્ષા ઢાળ ઉપર ચડી શકે તેમ ન હોય કેટલીક યુવતી અને મહિલા રિક્ષા માંથી નીચે ઉતરી ચાલીને ઢાળ ચડી જતી હતી ત્યારે કાર ચાલકે તેમને હડફેટે લેતા આ બનાવ બન્યો હતો આ ઘટનામાં 2 મહિલાના મોત થયા છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસના બનાવની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ કરી છે અને અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરુ કરી છે.

Advertisement

અકસ્માતની ઘટનાની મળતી વિગતો મુજબ જસદણના વિંછીયાના હિંગોળગઢ કેટરીંગનું કામ કરી 15 જેટલી યુવતી અને મહિલાઓ રિક્ષામાં પરત જતી ત્યારે હિંગોળગઢ પાસે ઢાળ વાળો રસ્તો હોવાથી મહિલા અને યુવતીઓ રિક્ષા માંથી નીચે ઉતરી ગઈ અને ચાલીને ઢાળ ચડતી હતી તે દરમિયાન ફુલ સ્પીડે આવી રહેલી કારે મહિલાઓને હડફેટે લઇ ફરાર થઇ ગયો હતો.

આ હીટ એન્ડ રનની ઘટનામાં સ્થાનિકોએ મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી અને પોલીસે જાણ કરી હતી. આ ઘટનામાં શાંતુબેન અશોકભાઈ ગોહિલ (ઉંવ 52), રૂૂપાબેન જયંતીદાસ ગોંડલીયા (ઉવ 40)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જસદણના 15 જેટલા બહેનો અને યુવતીઓ જસદણથી 25 કિલોમીટર દૂર આવેલા વિંછીયા ગામે ભોજન સમારંભ હોય બધા બહેનો વીંછીયા કામે ગયા હતા. રાત્રે ભોજન સમારંભ પૂર્ણ થયા બાદ કેટરસમાં કામ કરતા આ બધા બહેનો છકડો રિક્ષામાં જસદણ પરત આવતા હતા.જસદણ વિછીયા રોડ ઉપર આવેલ હિંગોળગઢના ઢાળ પાસે રીક્ષા પહોંચતા રીક્ષા ચાલકે બધા બહેનો રીક્ષામાં બેઠા હોય તો ઢાળ ન ચડે એ માટે બધાને નીચે ઉતારી અને ચાલીને ઢાળ ક્રોસ કરવા જણાવ્યું હતું.

બધા બહેનો નીચે ઉતરી હિંગોળગઢનો ઢાળ ચડતા હતા તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે ચાલીને જતી આ મહિલાઓને પાછળથી હડફેટે લેતા શાંતુબેન અશોકભાઈ ગોહિલ ઉં.વર્ષ પર અને રૂૂપાબેન જેન્તીદાસ ગોંડલીયા ઉં.વર્ષ 40 નું મોત થયું હતું. રાત્રે 11-30 વાગે બનેલી આ ઘટના સમયે ગ્રામજનો અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને જસદણ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવમાં ઇન્દુબેન રમેશભાઈ બાવળીયા ને ગંભીર ઈજા હોય તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બાકીના તમામ ઇજાગ્રસ્તોને બહેનો જેમાં કાવ્યાબેન વિપુલભાઈ ભેંસજાળીયા,અનન્યા રણજીતભાઈ જમોડ, પૂજાબેન શૈલેષભાઈ પરમાર,વૈશાલીબેન શૈલેષભાઈ પરમાર, ધારાબેન રમેશભાઈ બાવળીયા,હસ્તીબેન સંજયભાઈ બાવળીયા, શાંતુબેન શૈલેષભાઈ પરમાર અને સમજુબેન ગોહિલનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્ત બહેનોને જસદણ સિવિલ હોસ્પિટલ માં 108 અને બીજા વાહનો દ્વારા લાવવામાં આવ્યા હતા તમામ બહેનો મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હોય પરિવારજનોમાં પણ દુ:ખની લાગણી છવાઈ ગઈ છે. આ બનાવ બાદ વિંછીયા પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement