For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિટ એન્ડ રન: અજાણ્યા કારચાલકે રાહદારી આધેડને ઉલાળતા મોત

04:00 PM Aug 17, 2024 IST | admin
હિટ એન્ડ રન  અજાણ્યા કારચાલકે રાહદારી આધેડને ઉલાળતા મોત

સોખડા પાસે બનેલી ઘટના: શાકભાજી લેવા ગયેલા આધેડને કાળનો ભેટો

Advertisement

કુવાડવામાં તાજેતરમાં સાઈકલ સવાર દંપતીને વાહન ચાલકે હટફેટે લીધાની સુઈ હજુ સુકાઈ નથી ત્યારે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

સોખડા નજીક રાણીમાં રૂૂડીમાં હોટલ પાસે રાહદારીને અજાણી કારના ચાલકે હડફેટે લેતાં તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી જઈ જરૂૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બનાવની વિગત મુજબ મૂળ યુપીના હાલ સોખડાના રઘુવંશી વે બ્રીજની બાજુમાં આવેલા કારખાનામાં રહેતા અરવિંદભાઈ કલિકાભાઈ પ્રસાદ ઉ.વ.45 નામના આધેડ નવ વાગ્યા આસપાસ શાક લેવા ગયેલ આધેડને પુરઝડપે હકારી આવતાં ઈકો કારના ચાલકે હડફેટે લેતાં આધેડને માથે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતા આધેડ રોડ પર ફગોળા હતા.

ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠા થયા હતા.અને ઈજાગ્રસ્ત આધેડને 108 મારફત તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી કુવાડવા રોડ પોલીસેને જાણ કરતાં પીએસઆઈ ભટ્ટી સહિતનો સ્ટાફે દોડી જઈ મૃતકના સગાનું નિવેદન નોંધી નાશી છુટેલા અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આધેડ પરીણીત હતા.અને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement