રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હિટ એન્ડ રન: પ્રસંગમાંથી પરત ફરતું દંપતી ખંડિત: પતિનું મોત

12:37 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

બાબરાના મોટા દેવળીયા ગામે રહેતું દંપતિ બાબાપુર ગામે લગ્ન પ્રસંગ પતાવી બાઈક લઈ પરત ફરી રહ્યું હતું ત્યારે વડીયાના લુણીધાર પાસે અજાણ્યા વાહન ચાલાકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે રહેતા જેઠાભાઈ ભગાભાઈ ગોલતર (ઉ.વ.65) અને તેમના પત્ની કમુબેન જેઠાભાઈ ગોલતર (ઉ.વ.60) બાઈક લઈને વડીયાના લુણીધાર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતિને તાત્કાલિક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જેઠાભાઈ ગોલતરનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ ઘટના અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વડીયા પોલીસને જાણ કરતાં વડીયા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેઠાભાઇ ગોલતર બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા અને પશુપાલનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બાબાપુર ગામે કુટુંબીના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગ્ન પ્રસંગ પતાવી દંપતી બાઇક લઈને પરત ફરી રહ્યું હતું ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વડીયા પોલીસે નોંધ કરી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

Tags :
accidentdeathgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement