હિટ એન્ડ રન : લીંબડી પાસે રસ્તો ઓળંગતી પરિણીતાનું કાર અડફેટે મોત
શાપરમાં ગાયે પ્રૌઢાને પછાડી દેતા સારવારમાં ખસેડાયા
સાયલામા રહેતી પરણીતી પોતાના સબંધી સાથે લીંબડી પાસે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલી પરણીતાનુ મોત નિપજતા પરિવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ સાયલાના ઝુપડપટ્ટી વિસ્તારમા રહેતી ચકુબેન સવજીભાઇ શાપરીયા નામની 36 વર્ષની પરણીતા લીંબડી હાઇવે પોલીસ ચોકી સામે પોતાના સબંધી મુન્નાભાઇ સાથે રોડ ક્રોસ કરતી હતી તે દરમ્યાન અજાણી કારના ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
હિટ એન્ડ રનની ઘટનામા ઘવાયેલી પરણીતાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી જયા તેમનુ મોત નિપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમિક તપાસમા મૃતક પરણીતાને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમા શાપરમા ભુમી ગેટ અંદર રહેતા કાશ્મીરાબેન વિજયભાઇ પરમાર નામના પ0 વર્ષના પ્રૌઢા વહેલી સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામા શાપર પાટીયા પાસે હતા ત્યારે ગાયે હડફેટે લઇ પછાડી દેતા પ્રૌઢાને ઇજા પહોંચી હતી. પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.