રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હિરાસર એરપોર્ટના આંતરરાષ્ટ્રીય ટર્મિનલનું 9મીએ ઉદ્ઘાટન

04:50 PM Jan 21, 2025 IST | Bhumika
Advertisement

23000 ચો.મી.ના વિસ્તારમાં બનેલા નવા બિલ્ડિંગમાં મુસાફરો માટે 7 બોર્ડિંગ ગેટ સહિતની સુવિધા

Advertisement

રાજકોટના હીરાસર ખાતે આવેલ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ સંભવત 9મી ફેબ્રુઆરી 2025ના રોજ ખુલ્લું મુકવામાં આવનાર હોવાનું એરપોર્ટ સુત્રોએ જણાવ્યું છે. પરતું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મુકવામાં કદાચ ચૂંટણીનું ગ્રહણ લાગી શકે છે,અને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મુકવામાં વિલંબ પણ થઇ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સપ્ટેમ્બર-2023માં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયું હતું. જો કે તે સમયે માત્ર ડોમેસ્ટિક વ્યવસ્થા જ શરૂૂ કરવામાં આવી હતી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ તૈયાર થઇ ગયું છે. ત્યારે આગામી 9મી ફેબ્રુઆરી 2025ના રોજ ખુલ્લું મુકવાની એરપોર્ટ ઓથોરીટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કુલ હીરાસર ખાતે 23000 ચો.મી.ના વિસ્તારમાં બનેલ નવું ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 2800 મુસાફરોને સેવા આપવા માટે સજ્જ છે. જેમાં કુલ 7 બોર્ડિંગ ગેટ છે, 3-ગ્રાઉન્ડ ફ્લોર બોર્ડિંગ ગેટ દૂરથી પાર્ક કરેલા અને નાના એરક્રાફ્ટના મુસાફરો દ્વારા ઉપયોગ માટે ખુલ્લા મુકાશે લોકો ટર્મિનલમાંથી સીધા ફ્લાઈટમાં પહોંચી શકે તે માટે 4 એરોબ્રિજ મુકવામાં આવ્યા છે. એરોબ્રિજ મુકવાથી દરેક ફલાઈટના ઓપરેશન વચ્ચે 20 મિનિટ જેટલો સમયગાળો બચી જશે.

આ ટર્મિનલમા એરટ્રાફિક કંટ્રોલ (એટીસી) ટાવર, સીસીટીવી, ચેક ઇન કાઉન્ટર, ફાયર એલાર્મ સહિતની સુવિધા છે. આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વહનક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પિડથી ઊડી શકે એવા નસીથ પ્રકારનાં પ્લેન ઓપરેટ થશે. આને પગલે એરબસ (એ -320-200), બોઇંગ (બી- 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે.

ઉપરાંત પેસેન્જર સુવિધાઓમાં 20 ચેક-ઇન કાઉન્ટર (કુલ 36 કાઉન્ટરો માટે જોગવાઈ છે), 5 ક્ધવેયર બેલ્ટ અને ખાદ્ય અને પીણા અને છૂટક દુકાનો માટે પૂરતી જગ્યા આપવામાં આવી છે. હાલમાં ટર્મિનલ બિલ્ડીંગમાં 450 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે જરૂૂર પડે ત્યારે બેઠક ક્ષમતા વધારી શકાય છે. બિલ્ડિંગમાં અરાઇવલ અને ડિપાર્ચર હોલમાં એક-એક 2 વીઆઇપી લાઉન્જ, 2 બેબી કેર રૂૂમ અને 3 સ્મોકિંગ રૂૂમ બનાવવા માં આવ્યા છે. એરપોર્ટમાં 300 કાર અને 75 ટુ-વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા સાથે વિકસાવવામાં આવ્યો છે અને પ્રતિકૂળ હવામાન દરમિયાન મીટિંગ કરનારાઓ અને સ્વાગત કરનારાઓને આશ્રય આપતી કેનોપી પણ છે. નવા સંકલિત ટર્મિનલ બિલ્ડીંગમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશનને હેન્ડલ કરવા માટે તમામ જરૂૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. ડિપાર્ચર હોલમાં 12 ઈમીગ્રેશન કાઉન્ટર અને અરાઈવલ હોલમાં 16 ઈમીગ્રેશન કાઉન્ટર છે. તેમજ ડિપાર્ચર હોલમાં એક કસ્ટમ્સ કાઉન્ટર અને એક અરાઈવલ હોલમાં કાઉન્ટર કાર્યરત થશે, જેમાં ચાર સુપ્રીટેન્ડન્ટ અને 6 ઇન્સ્પેકટર સહિતનો સ્ટાફ તૈનાત રહેશે,જોકે કસ્ટમ્સ અને ઈમિગ્રેશનની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મુકવામાં કદાચ ચૂંટણીનું ગ્રહણ લાગી શકે છે,અને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મુકવામાં વિલંબ પણ થઇ શકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય તો હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખુલ્લું મુકવામાં થોડો સમય વધુ લાગશે.

Tags :
gujaratgujarat newsHirasar airportinternational terminalrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement