For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિન્દુઓએ બે કરતા વધુ સંતાનો કરવા જોઇએ: ડો. તોગડિયા

11:37 AM Sep 03, 2025 IST | Bhumika
હિન્દુઓએ બે કરતા વધુ સંતાનો કરવા જોઇએ  ડો  તોગડિયા

હિન્દુ જાગરણ અભિયાન અંતર્ગત ગઈકાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ઝેડ પ્લસ સુરક્ષા સાથે ઉપલેટામાં આવી પહોંચ્યા હતા 14 વર્ષ બાદ ઉપલેટાની મુલાકાતે આવેલા ડો. તોગડીયાએ તેમના જુના સાથી કાર્યકરો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી, આવતા પાંચ દાયકાની ચિંતા અત્યારથી જ કરવી જોઈએ હિન્દુઓએ બે કરતા વધુ સંતાનો પેદા કરવા પર ભાર મૂક્યો હતો.

Advertisement

તા. 16 થી 30 ઓગસ્ટ સુધી 61 તાલુકાના પ્રવાસે હિન્દુ જાગરણ અભિયાન અંતર્ગત સૌરાષ્ટ્રના પ્રવાસે રહેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા ગઈકાલે ઉપલેટા શહેરમાં આવી પહોંચ્યા હતા તેઓએ સ્થાનિક પત્રકારોને જણાવેલ કે હિન્દુ સમાજે આવતા પાંચ દિકાની ચિંતા અત્યારથી જ કરવી જોઈએ કારણ કે બે હજાર વર્ષ પહેલા દુનિયામાં હિન્દુઓની વસ્તી વધારે હતી, આજે દુનિયામાં 800 કરોડ ની વસ્તીમાં સો કરોડની વસ્તી હિન્દુની છે આવી જ રીતે ચાલશે તો પાંચ કે છ દાયકા બાદ 50 કરોડ જ હિન્દુ બચશે તો આપણી ભાવિ પેઢીને ભોગવવું પડશે તેથી હિન્દુઓએ બે કરતાં વધુ સંતાનો પેદા કરવા પર ભાર મૂક્યો હતો. ગામે ગામ હિન્દુ યુવાનો એ ભારતીય સંસ્કૃતિ ટકાવી રાખવા અને આગળ વધારવા માટે બોહોળી સંખ્યામાં હિન્દુ યુવાનોએ આગળ આવવું જોઈએ, ગામે ગામ અને મહોલ્લામાં હનુમાન ચાલીસાના કેન્દ્રમાં વધુ પ્રમાણમાં બાળકો અને યુવાનોને જવું જોઈએ અને હિન્દુ સમાજને જાગૃત કરવો જોઈએ, 1860 થી 1960 સુધી હિન્દુ સમાજની વસ્તી ચાર દેશોમાં બહુમતી વસ્તી હતી, આજે ધીરે ધીરે આ વસ્તી ઘટી રહી છે અને લઘુમતી ની વસ્તી વધી રહી છે તે આવનારા દિવસોમા હિન્દુ સમાજ માટે ચિંતા નો વિષય છે.

આ પ્રવાસ દરમિયાન તેમની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. ગોવિંદભાઈ ગજેરા, પ્રાંત પ્રચારક નિર્મળ સિંહ ખુમાણ સહિત સૌરાષ્ટ્રના આગેવાનો જોડાયા હતા ડો. પ્રવીણભાઈ તોગડીયા એ રાણપરીયા પરિવારના વૃજભૂમિ નિવાસની મહેમાન ગતિ માણી સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા એ ઉપલેટામાં વિહીપના પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર ભરત રાણપરીયા પરિવારની શુભેચ્છા મુલાકાત લેતા કિરીટભાઈ રાણપરીયા સહિત પરિવારજનોએ આવકાર્ય હતા, ડો.તોગડિયાએ પરિવાર સાથેના જુના સ્મરણો યાદ કર્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement