હિન્દુ સેનાનું લવ જેહાદ વિરુદ્ધ આક્રમક અભિયાન: નવરાત્રીમાં વિધર્મીઓ પર પ્રતિબંધ
આયોજકો ખેલૈયાઓને માથા પર તિલક કરી ગંગાજળ છાંટી વિધર્મીઓને ઓળખશે
જામનગરમાં હિન્દુ સેનાએ નવરાત્રી પર્વને લઈને એક અનોખું અને અક્રમક અભિયાન શરૂૂ કર્યું છે. સંસ્થાએ લવ જીહાદના બહાને ગરબામાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. સંસ્થાના આ અભિયાનને લઈને શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂૂ થઈ છે.
હિન્દુ સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન લવ જીહાદના કિસ્સાઓ વધી રહ્યા છે. આને રોકવા માટે ગરબાના આયોજકોએ સતર્ક રહેવું જરૂૂરી છે. આ માટે ગરબામાં આવતા તમામ લોકોની ઓળખ ખાતરી કરવી જોઈએ અને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સાથે જ ગરબામાં કામ કરતા તમામ કર્મચારીઓ હિન્દુ જ હોવા જોઈએ.
સંસ્થાએ ગરબાના આયોજકોને વિધર્મીઓને ઓળખવા માટે કેટલીક સૂચનો પણ કર્યા છે. જેમાં કપાળે કંકુનું તિલક, માથા પર ગૌમૂત્રનો છંટકાવ અને માતાજીની પ્રસાદી આપવી જેવા ઉપાયોનો સમાવેશ થાય છે. હિન્દુ સેનાના આ અભિયાનને લઈને શહેરમાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક લોકો આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક લોકો આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.
સમર્થકોનું કહેવું છે કે, લવ જીહાદ એક ગંભીર સમસ્યા છે અને આને રોકવા માટે કડક પગલાં લેવા જરૂૂરી છે. જ્યારે વિરોધીઓનું કહેવું છે કે, આ પ્રકારના અભિયાનથી સમાજમાં ધાર્મિક વિખવાદ વધશે અને લોકો વચ્ચે નફરત ફેલાશે. આ અંગે વિશેષજ્ઞોનું કહેવું છે કે, લવ જીહાદને રોકવા માટે કાયદાનું પાલન કરવું જરૂૂરી છે. આ પ્રકારના અભિયાનથી સમસ્યાનું નિરાકરણ નહીં આવે. આ કાર્યક્રમ દરમિયાન હિંદુ સેના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, શહેર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા,સાગર નગપલ, જીલ બારૈયા, મંથન આધેરા, જીતુભાઈ ગાલા, રાજ રાઠોડ, રોહિત નારવાની, સંજય ધનવાની,હેપ્પી પ્રજાપતિ, ઋષિ, અભી, સ્મિત, હિતેન, દર્શિત્ત, દેવેશ તેમજ મીડિયા સેલના મેહુલ મહેતા, સચિન જોશી સહિત અનેક હિંદુ સેના સૈનિકો લવ જીહાદ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.