ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શ્રાવણ માસમાં હિન્દુ સેના દ્વારા ઇન્ટરનેટથી શિવજીની પૂજા; ઓમ નમ: શિવાયનો મંત્ર વિદેશોમાં સંભળાશે

01:18 PM Jul 24, 2025 IST | Bhumika
Advertisement

શ્રાવણ માસ દરમ્યાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઈન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના થશે સમાજમાં ધર્મ, સંગઠન અને જાગૃતતાને માટે ગુજરાતમાં 12 જીલ્લા, 24 તાલુકા અને 48 ગામડાઓમાં કુલ 51000 હિન્દુ લોકોને ઓનલાઈન ટેકનોલોજી સાથે વોટ્સએપના માધ્યમથી પૐ નમ: શિવાયથ મંત્રજાપના મેસેજ સાથે સંપર્ક કરી 5,25,000 (સવા પાંચ લાખ) હિન્દુ લોકો સુધી ઈન્ટરનેટના માધ્યમથી મેસેજ પહોંચાડશે.

Advertisement

હિન્દુ સેનાના સાયબર ક્રાઈમ વોચ એન્ડ ઈન્વેસ્ટીગેશન સર્વિસ દ્વારા 21 મોબાઈલ અને 2 લેપટોપથી હિન્દુત્વમય બનાવી શુભેચ્છા પાઠવાશે. જી.એચ.એસ.આઈ. દ્વારા સેમીનાર યોજાશે પૐ નમ: શિવાયથ મંત્રને લોકો સુધી પહોંચાડવા કુલ 2025 વોટ્સએપ ગૃપનો અને વધુ ઈન્સ્ટાગ્રામ તેમજ ફેસબુકનો ઉપયોગ કરી જેમાં કેનેડા, લંડન, નેપાળ માં હિન્દુ સૈના દ્વારા 21000 શિવજીના મેસેજ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ દ્વારા પહોંચાડશે.

ઈન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરી ભારત સિવાય 3 (ત્રણ) દેશોમાં 111 ઈ-મેઈલ, 11000 વોટ્સએપથી મેસેજ થશે. લેન્ડ જેહાદ અને લવ જેહાદ તથા આરોગ્ય અને શિક્ષણ સામે સનાતની હિન્દુત્વના બિજ રોપવા કાર્યરત કરાશે.

તેને લઈ 2 બિલ્ડરો, 2 શિક્ષકો, 2 શાળા, 2 ડોક્ટરો અને 2 વકીલોનો સંપર્ક કરી 1 સંતનું સન્માન કરાશે. રાજયના તમામ જીલ્લાઓમાં ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અને ગૌવંશને કતલખાને જતા અટકાવવા તથા ગૌચરની જમીનો ભુમાફિયાઓથી ખુલ્લી કરાવવા જીલ્લા કલેકટર તેમજ ઉચ્ચ અધિકારીઓ સુધી ઈ-મેઈલથી આવેદન અપાશે.

પુરા માસ દરમ્યાન 11 બહેનો દ્વારા હિન્દુત્વના રક્ષા માટે 111 ભાઈઓને રક્ષા દોરી બાંધવી 1 વિભાગમાં ગૌમાતાનું પૂજન, લવ-જેહાદ ની જાગૃતતા માટે 1 સ્થાને પત્રિકાનું વિતરણ કરાશે. હિન્દુ સેનાના 11 સૈનિકો દ્વારા મહાદેવને 1111 બિલીપત્ર અર્પિત કરી પૂજન કરવું, આર્મી, નેવી, એરફોર્સ, પોલીસતંત્ર અને ગુપ્તચર સંસ્થાઓના અધિકારી ના લોકોને ઈન્ટરનેટના માધ્યમથી શિવજીના મંત્રોપચારથી સન્માનીત કરી શુભેચ્છા પાઠવાશે.

ગુજરાતમાં 3 સ્થાનો પર રામધુન, 111 હનુમાન ચાલીસાની પુસ્તિકા, 11 ભગવા ધ્વજ દ્વારા શિવભક્તિ કરાશે. ગુજરાતમાં સુરત, બરોડા, કર્ણાવતી, વાપી, વલસાડ, આણંદ, મહેસાણા, ગોધરા, રાજકોટ, મોરબી, જેતપુર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, જામનગર અને ખંભાળીયા, ઘોલ, લાલપુર, હડિયાણા, જોડિયા સહિતના શહેરો, તાલુકાઓ અને ગામડાઓમાં ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન સમિતિ બેઠક થશે.

જેમાં કુલ 51 યુવાનો અને 21 બહેનો દ્વારા અલગ અલગ રીતે ધાર્મિક્તાનું મહત્વ જાળવવા માટે આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે ઈન્ટરનેટનો ભરપુર ઉપયોગ કરી શ્રાવણ માસમાં ઓનલાઈન શિવજીની આરાધના ગુજરાત હિન્દુસેના દ્વારા થશે, વિશેષમાં શ્રાવણ માસના માધ્યમથી લવ જેહાદ અને લેન્ડ જેહાદ તથા આરોગ્ય અને શિક્ષણને લઈ લોકોમાં જાગૃતતા લાવવા પ્રયત્ન કરાશે અને હિન્દુ રાષ્ટ્ર તેમજ અખંડ ભારત બને તે માટે સુકલ્પબધ્ધ થશે. જે ધર્મ સંગઠન અને હિન્દુત્વના કાર્યોને સિધ્ધ કરવા જિલ્લા, તાલુકા અને ગામડાઓ સુધી ઈન્ટરનેટના માધ્યમથી પૐ નમ: શિવાયથ ના યજ્ઞને મંત્રજાપ દ્વારા ગુંજતો થશે. સાથી સાથે રાષ્ટ્ર પડકાર સામે તત્પર રહેનાર સૈનિકોને તૈયાર કરવા હિન્દુ સેના જીલ્લાઓ અને ગામડાઓ સુધી પહોંચશે.

Tags :
gujaratgujarat newsHindu SenaMahadevshravan mas
Advertisement
Next Article
Advertisement