For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જસાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચન મિશનરી કાર્યક્રમ બંધ કરાવ્યો

12:43 PM Dec 26, 2024 IST | Bhumika
જસાપરમાં હિન્દુ સેનાએ ક્રિશ્ચન મિશનરી કાર્યક્રમ બંધ કરાવ્યો

જામનગરના ધ્રોલ તાલુકાના જસાપર ગામમાં આજે નાતાલની ઉજવણીના બહાને ક્રિશ્ચન મિશનરીઓ દ્વારા મોટા પાયે ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચિંતાજનક માહિતી મળતા હિન્દુ સેના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મિશનરીઓ દ્વારા સ્થાનિક મજૂરો અને નાના કામના લોકોને એકત્રિત કરી મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટી દ્વારા ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હતી.

Advertisement

આ બાબતે ગુજરાત હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટને જાણ કરવામાં આવતા તેમણે તાત્કાલિક ધ્રોલ હિન્દુ સેનાના પ્રમુખ ગૌરવભાઈ મહેતાને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ગૌરવભાઈ મહેતા અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આ કાર્યક્રમ બંધ કરાવ્યો હતો અને ધર્માંતરણની શંકાસ્પદ પ્રવૃત્તિ અટકાવી હતી. હિન્દુ સેનાના આ કાર્યને લઈને મિશનરીઓ અને હિન્દુ સેના વચ્ચે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement