હિન્દુ અસ્મિતા મંચ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનાં વિરોધમાં કાલે રેલી
જાગો હિન્દુ જાગો, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં તથા હિન્દુઓના રક્ષણની માગ સાથે રાજકોટમાં હિન્દુ અસ્મિતા મંચ દ્વારા 5-12-2024 ને ગુરુવારે બપોરે 4 વાગે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ હિન્દુ સમાજના ભાઈઓ બહેનો 5-12-2024 ગુરુવારે સાંજે 4:00 વાગ્યાથી રેસકોર્સ બહુમાળી ભવન પાસે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે એકઠા થશે. ત્યાંથી મૌન રેલી સ્વરૂૂપે કલેક્ટર કચેરી સુધી જશે. જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપીને બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવશે. આ રેલીમાં સમગ્ર હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી જનતાને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના શાંતુભાઈ રૂૂપારેલીયા, મંગેશભાઈ દેસાઈ, ડેનિશભાઈ આડેસરા, જીમીભાઈ દક્ષિણી, જીવણભાઈ પટેલ, રમેશભાઈ શિંગાળા, તેજાભાઈ હાથી, પ્રકાશભાઈ બુચ, રાજુભાઈ સોઢા એ સાધુ સંતો, રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સ, જુદા જુદા એસોસિએશન , કર્મચારી મંડળો, ડોક્ટર એસોસિએશન, સહકારી આગેવાનો, બિલ્ડરો, યુવાનો, ભાઈઓ તથા બહેનોરાજકોટની જનતાને મોટી સંખ્યામાં આ મૌન રેલીમાં જોડાવા આહવાન કર્યું છે.
સહકાર ભારતી
આ મૌન રેલીમાં સહકાર ભારતી રાજકોટ મહાનગરના જુદા જુદા પ્રકોષ્ઠ , જુદી જુદી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી, અર્બન કોઓપરેટીવ બેંક,હાઉસિંગ સોસાયટીઓ, કર્મચારી મંડળીઓના સહકારી આગેવાનો રાજકોટ મહાનગરના અધ્યક્ષ ડો.એન. ડી.શીલુ(માધવ શરાફી મંડળી). ઉપાધ્યક્ષ નાથાભાઈ ટોળીયા (લક્ષ્મી શરાફી મંડળી) મહામંત્રી જયેશભાઈ સંઘાણી (રાજકોટ નાગરિક સહકારી બેંક કાલાવડ રોડ બ્રાન્ચ સહ ક્ધવીનર), ખજાનચી અનિરુદ્ધભાઈ નથવાણી (સદગુરુ ક્રેડિટ કો-ઓપરેટીવ) મહિલા સંયોજક નિશાબેન પીલોજપરા, અર્બન કોપરેટીવ બેંક પ્રકોષ્ઠના સંયોજક દિપકભાઈ પટેલ (ડિરેક્ટર વિજય કોમર્શિયલ બેંક,) સહસંયોજક, દિપકભાઈ મકવાણા (પૂર્વ ડિરેક્ટર રાજકોટ નાગરિક સહકારી બેંક.) ક્રેડિટ સોસાયટી સંયોજક પ્રવીણભાઈ નિમાવત (અવધૂત ક્રેડિટ કોપરેટીવ સોસાયટી) સહ સંયોજક હરગોપાલસિંહ જાડેજા (શિવ શક્તિ શરાફી મંડળી) સહીત સહકારી ભારતીના સભ્યો જોડાશે.
વકીલો પણ જોડાશે
આ રેલીમાં અધિવકતા પરિષદ રાજકોટ મહા નગરના તમામ એડવોકેટોજોડાશે, એડવોકેટ પ્રશાંત જોશી પ્રમુખ ,હસમુખ ગોહેલ મંત્રી, સુરેશભાઈ સાવલીયા, રાજકોટ વિભાગ ક્ધવીનર તથા જે.આર.ફુલારા, જાગૃતિબેન દવે,પ્રદેશ કારોબારી સભ્ય, સરોજબેન રૂૂપાપરા ઉપપ્રમુખ, રશ્મિબેન પટેલ,સરજુદાસ દુધરેજીયા, ગિરીશભાઈ ભટ્ટ, જયુભાઈ શુકલ, ટી.બી.ગોંડલીયા, જયેશભાઈ જાની, કપિલ શુક્લ, રવિ ટાંક, જે.પી.મારૂૂ, વિશાલ ગોસાઈ, સંદીપ વેકરીયા, જયેન્દ્ર ગોંડલિયા, ચેતન વિઠલપરા , પી.સી.વ્યાસ, તરુણ માથુર, કિરીટભાઇ પાઠક,વિગેરે પરિષદના સભ્યો હાજર રહેશે.
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન
હિન્દુ અસ્મિતા મંચ રાજકોટના નેજા હેઠળ મૌન રેલીમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના સંયોજક કૌશિક ટાંક, રીતેશ પરસાણા, જીજ્ઞેશ રામાવત, અશ્વિન જીવાણી, રાજેશભાઈ સોલંકી, હસુભાઈ કાચા, તીલક પોપટ, કરણ ટીલાળા, ભરતભાઈ કંસારા, આશિષ વેકરીયા, વિજય મૌલીયા, કુલદીપ લીંબાશીયા, સંજય કાચા, દર્શિત ટાંક, રાજેષ કાચા, અંશ પંડીત, વિકાસ પંડીત, કીશન સેલાર, રાજુ લીલા, બકુલ ચોટલીયા, યશ રાઠોડ, અલ્પેશ ટાંક, શાંતિગીરી ગૌષાઈ, વિજય મેર, ભરત મેવાડા, સંજય ખીટ, દિલીપ રાજપુત, જગદીશ મિસ્ત્રી, પ્રાગજીભાઈ ગડારા, માલાબેન લોઢીયા, આશાબેન ભટ્ટી, સીમા અગ્રાવાલ, ગીતાબેન પંડીયા, સાવિત્રી યાદવ, સાથે મોટી સંખ્યામાં બહેનો પણ જોડાશે.