For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટ

01:01 PM Aug 26, 2025 IST | Bhumika
ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારે હાઈ વેવ એલર્ટ

ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (ઈનકોઈસ) દ્વારા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઈ વેવ એલર્ટ આપવામાં આવ્યું છે. જેની શક્યતા જોતા દરિયાકિનારે ઊંચા મોજા ઉછળી શકે છે.

Advertisement

ઈનકોઈસ સંસ્થા દ્વારા આ એલર્ટમાં જણાવાયું છે કે, 25 ઓગસ્ટ 2025ના રોજ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે 3.0 થી 3.5 મીટરની ઊંચાઈના મોજા ઉછળવાની શક્યતા છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને દરિયાઈ પ્રવૃત્તિઓ અને દરિયા કિનારા નજીક જતા વ્યક્તિ ઓ માટે જોખમ ઉભું થઈ શકે છે.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા સંભવિત જોખમને ધ્યાનમાં લઈને વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના માછીમારોને અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન દરિયો ખેડવા થી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં લોકોને પ્રવેશ ન કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement