રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભૂજથી નખત્રાણા વચ્ચે હાઇસ્પીડ ફોરલેન કોરિડોર બનાવવામાં આવશે

11:22 AM Dec 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજથી નખત્રાણા સુધીનો 45 કિલો મીટર રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ હાથ ધરવા રૂ.937 કરોડ મંજુર કર્યા છે. રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા માર્ગો સહિતના અગત્યના માર્ગોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે. માતાના મઢ ધોરડો - સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં આ માર્ગ ફોર લેન થવાથી સરળતા થશે.

હાલની સ્થિતીએ 10 મીટર પહોળાઈનો આ માર્ગ હાઈ સ્પિડ કોરીડોર થવાથી સુપ્રસિધ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર અને ધોરડો તથા સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે આવાગમન માટે ભવિષ્યમાં વધુ સુગમતા થશે. એટલું જ નહિ, આ રસ્તો આંતરરાષ્ટ્રિય સરહદ અને પાનન્ધ્રો લિગ્નાઈટ માઈન્સને જોડતો સૌથી મહત્વનો માર્ગ હોવા ઉપરાંત આ અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોના જિલ્લાઓ સાથે જોડતો રસ્તો પણ છે. આમ, 45 કિ.મી.નો આ ભૂજ-નખત્રાણા માર્ગ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર થવાથી સરળ, ઝડપી અને ઈંધણ બચત યુકત યાતાયાત ભવિષ્યમાં શક્ય બનશે. પોર્ટ બંદરો માટેના હેવી વાહનો અને અન્ય વાહન ચાલકોમાં ખુશી છવાઈ છે.

Tags :
Bhuj and Nakhatranafour-lane corridorgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement