ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એર ટેકસી સેવા શરૂ કરવા હાઇલેવલ કમિટીની રચના

12:25 PM Apr 17, 2025 IST | Bhumika
Advertisement

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, માંડવી (કચ્છ) સહિતના સ્થળોએ વટીપોર્ટ વિકસાવવાની સંભાવના ચકાસશે

Advertisement

ભારત સરકારના નાગરિક ઉડ્ડયન નિયામક દફતર દ્વારા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશના તમામ રાજ્યોને વીપોર્ટ વિકસાવવા માટે એડવાઈઝરી અપાઈ હતી. ત્યાર બાદ ગુજરાત સરકારે પણ પગલું ભરી રાજ્યમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી સેવા શરૃ કરવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરી છે. આ કમિટી વિવિધ મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.

 

વર્ટીપોર્ટ એટલે કે take-off and landing (VTOL) માટે તૈયાર ખાસ પ્રકારના પ્લેટફોર્મ, જ્યાંથી નાના હેલિકોપ્ટરો, ડ્રોન અથવા એરક્રાફ્ટ ઉડી શકે અને ઉતરી શકે. આવી સેવાઓ દ્વારા લોકો ટૂંકા અંતરના પ્રવાસ માટે એર ટેક્સી તરીકે વિમાન સેવા લઈ શકે છે, જે ખાસ કરીને શહેરોમાં ટ્રાફિકને પાર કરવાની અનોખી તક પૂરી પાડી શકે છે.
નાગરિક ઉડ્ડયન વિભાગના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી છે. કમિટીમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાના સચિવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમિટી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, કચ્છના માંડવી, અને ધોલેરા સહિત વિવિધ સ્થળોએ જગ્યા શોધીને વર્ટીપોર્ટ વિકસાવવાની શક્યતા અંગે રિપોર્ટ તૈયાર કરશે.

આ પહેલ ગુજરાત માટે માત્ર ટેક્નોલોજી નહીં, પણ આરોગ્ય, સુરક્ષા અને શહેરી પરિવહન માટે પણ વિક્રમસ્વરૃપ બની શકે છે. ખાસ કરીને મેડિકલ ઈમરજન્સી, ઓર્ગન ટ્રાન્સપોર્ટ, લાઈફસેવિંગ દવાઓની હેરફેર, અને આપત્તિના સમયે ઝડપથી રાહત પહોંચાડવા માટે એર ટેક્સી અને ડ્રોન સર્વિસ અત્યંત ઉપયોગી બની શકે છે.
ભવિષ્યમાં જ્યારે બુલેટ ટ્રેનના સ્ટેશનો શરૃ થશે, ત્યારે શહેરી વિસ્તારોથી આ વર્ટીપોર્ટ મારફતે ટૂંકા સમયમાં સ્ટેશન સુધી પહોંચવું સરળ બનશે. અમદાવાદથી ધોલેરા અથવા સુરત એરપોર્ટ સુધી જવા માટે પણ વર્ટીપોર્ટથી ઉડેલી એર ટેક્સી એક ક્રાંતિ લાવી શકે છે.

રાજ્ય સરકારે આ યોજનાને આગળ ધપાવવા માટે રૂપરેખા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિ અને ટેક્નોલોજી સિદ્ધાંતો પર આધારિત અભ્યાસ શરૃ કર્યો છે. વિશ્વભરના દેશો જેમ કે દુબઈ, યુએસ અને ચીનમાં ઊટઝઘક અને એર ટેક્સી સેવાઓ શરૃ થઈ છે, તેમ ગુજરાત પણ હવે આવું પહેલું રાજ્ય બની શકે છે જ્યાં એવી સર્વિસ પ્રાયોગિક ધોરણે શરૂ થાય.

હવે તમામ દૃષ્ટિ આ હાઈ લેવલ કમિટીના રિપોર્ટ તરફ છે, જે નજીકના દિવસોમાં રાજ્ય સરકારને સોંપાશે. જો બધું યોગ્ય રીતે ચાલે તો ગુજરાત 2025ના અંત સુધીમાં પોતાના પહેલા વર્ટીપોર્ટથી એર ટેક્સી સેવા શરૃ કરી શકે છે.

Tags :
air taxi servicegujaratgujarat newsHigh-level committee
Advertisement
Next Article
Advertisement