નાગેશ્ર્વર મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે આવતીકાલે હાઇકોર્ટમાં સુનાવણી
01:37 PM Nov 24, 2025 IST | Bhumika
દ્વારકા નજીક આવેલા શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં કરાતા ઉઘરાણા અંગે કરાઈ રહેલા આક્ષેપો વચ્ચે પ્રાંત અધિકારીએ આગામી તા.રપમીએ સંબંધિતોને હાજર રહેવા જણાવ્યું છે. ત્યારે જ હાઈકોર્ટમાં પણ આ મામલે કરાયેલી અપીલમાં પણ આગામી મંગળવારે સુનાવણી રાખવામાં આવી છે. દ્વારકા નજીક આવેલા નાગેશ્વર સ્થિતિ જ્યોતિર્લિંગ મંદિરમાં હાલના પુજારી પરિવાર દ્વારા કરાતા ઉઘરાણા અંગે વિરોધ વંટોળ જાગ્યા પછી ધારાસભ્ય પબુભા માણેક સાથે સંખ્યાબંધ લોકોએ તંત્ર સમક્ષ રજુઆત કરતા ચકચાર જાગી હતી. આ મામલે દ્વારકા પ્રાંત અધિકારીએ નોટીસ કાઢયા પછી આગામી તા.રપના દિને સંબંધિત પક્ષોને હાજર રહેવા સુચના આપી હતી. તે પછી આ મામલે હાઈકોર્ટમાં નાગેશ્વર મંદિરના ટ્રસ્ટીઓએ અપીલ નોંધાવી છે ત્યાં પણ સુનાવણી માટે આગામી તા.રપ નવેમ્બર મુકરર કરવામાં આવી છે.
Advertisement
Advertisement