For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપનો કલેકટર પાસે જવાબ માગતી હાઇકોર્ટ

06:15 PM Nov 23, 2024 IST | Bhumika
બલ્ગેરિયન યુવતીએ કરેલા આક્ષેપનો કલેકટર પાસે જવાબ માગતી હાઇકોર્ટ
Advertisement

મહિલાની ફરિયાદ બાબતે તેડું: 3 ડિસેમ્બરે સુનાવણી

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ માયીએ બલ્ગેરિયન મહિલાના વકીલને અરજીની નકલ સહાયક સરકારી વકીલને આપવાનો આદેશ આપ્યો હતો. અરજદારે અમદાવાદ કલેક્ટર અને રાજ્ય સરકાર પાસેથી મહિલા દ્વારા કરાયેલા આક્ષેપો અંગે સૂચના લેવી પડશે કે બંને તેમની ફરજો નિભાવવામાં નિષ્ફળ ગયા છે.
એચસીએ અમદાવાદ કલેક્ટર પાસેથી જવાબ માંગ્યો હતો કે મહિલા તરફથી ફરિયાદ મળ્યા બાદ શું કરવામાં આવ્યું હતું કારણ કે કલેક્ટર ભારતમાં રહેતા વિદેશી નાગરિકોના સ્થાનિક વાલી છે. હાઈકોર્ટ આ મામલાની વધુ સુનાવણી 3 ડિસેમ્બરે કરશે. બલ્ગેરિયન મહિલાએ જિલ્લા કલેક્ટર અને રાષ્ટ્રીય મહિલા આયોગ (ગઈઠ)ની કચેરી દ્વારા કથિત નિષ્ક્રિયતા સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Advertisement

મહિલાએ બે સત્તાવાળાઓ પર કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. મહિલાએ મોદી અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી જેમાં ગઈઠ સમક્ષ ઙઘજઇં એક્ટ તરીકે ઓળખાતા વર્કપ્લેસ પર મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 હેઠળ કાર્યવાહીની માંગ કરી હતી.

મહિલા દ્વારા દાખલ કરાયેલી અરજી મુજબ, ગઈઠ એ કલેક્ટર સાથે લેખિત વાતચીત કરી હતી જેઓ પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યા હતા. પિટિશનમાં જણાવ્યું હતું કે કલેકટરે તપાસ હાથ ધરવા માટે કાનૂન મુજબ કમિટી બનાવી ન હતી અને એનસીડબ્લ્યુએ ઘણા મહિનાઓ સુધી રીમાઇન્ડર્સ મોકલ્યા હતા પરંતુ કલેક્ટરને સમન્સ પાઠવીને જવાબદાર બનાવ્યા ન હતા. અરજીમાં જણાવ્યું હતું કે, કોઈ તપાસ કરવામાં આવી નથી. જો કે, નોંધનીય છે કે પોલીસે મોદી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement